તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 11th June 2024
મોરબીના સોખડા - નવાગામ વચ્ચે રેતીચોરી : દોઢ કરોડના વાહનો જપ્ત
ખાણ ખનીજ વિભાગે ખાનગી વાહનોમાં જઇ દરોડા પાડયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : મોરબીના સોખડા અને નવાગામ વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં બેફામ રેતીચોરી થતી હોવાની બાતમીને આધારે મોરબી ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાષાી જે.એસ.વાઢેરની સુચનાને પગલે રવિ કણસાગર, રાહુલ મહેશ્વરી, મિતેષ ગોજીયા સહિતની ટીમે દરોડો પાડતા રેતી ચોરી કરી રહેલા દોઢ કરોડથી વધુ કિંમતના અલગ અલગ ચાર વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.
વધુમાં નવાગામ અને સોખડા વચ્ચે મચ્છુ નદીના પટ્ટમાં રેતીચોરી સબબ ખાણ ખનીજ વિભાગની ટીમે એક એક્સેવેટર મશીન, ડમ્પર ટ્રક નંબર જીજે -૦૩ - બીડબ્લ્યુ - ૮૫૯૧, જીજે -૧૦ - ટીવાય - ૧૧૦૦ અને ટ્રક ડમ્પર નંબર જીજે -૦૩ - બીવાય - ૫૦૧૫ સહિત દોઢ કરોડના વાહનો કબ્જે કરી પોલીસ મથકમાં જમા કરાવી દંડનીય કાર્યવાહી કરી રેતીની કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલુ છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
