<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

બાળકોનાં ઝઘડામાં ૨ પરિવાર વચ્‍ચે ડખ્‍ખો : યુવકની હત્‍યા

જામનગરના શેઠવડાળામાં ૨ ભાઇઓને ઇજા : એક મહિલા સહિત ૬ પાડોશીઓ દ્વારા હુમલો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં બે પાડોશીઓ વચ્‍ચે બાળકો અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડયા પછી  એક યુવાનની હત્‍યા નિપજાવાઇ હતી, જયારે તેના અન્‍ય બે ભાઇઓ પર હુમલો કરાયો છે. પાડોશમાં રહેતા એક મહિલા સહિતના છ આરોપીઓ સામે હત્‍યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં શૈલેષભાઈ ભાણજીભાઈ વિરમગામા, ઉ.વ.૪૦, રે. જમાઈપરા સોસાયટી, શેઠવડાળા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૬-ર૦ર૪ના ફરીયાદી શૈલેષભાઈના ભાઈ પિયુષભાઈ તથા શેરીમા રહેતા આરોપી પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણાના બાળકો શેરીમાં રમતા હોય જે બાબતે બોલાચાલી થતા આરોપીઓ પ્રકાશભાઈ બાબુભાઈ મકવાણા  તથા રણછોડભાઈ બચુભાઈ મકવાણા તથા કાનજીભાઈ બચુભાઈ મકવાણા હાથમાં લાકડીઓ લઈ તેમજ તેની સાથે બાબુભાઈ બચુભાઈ મકવાણા આવી ફરીયાદી શૈલેષભાઈના ભાઈ રમેશભાઈ ભાણજીભાઈ વિરમગામા ઉ.વ.૪ર વાળાને પકડી રાખી આરોપી પ્રકાશ બાબુએ ફરીયાદી શૈલેષભાઈના ભાઈને માથામા લાકડીને ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી તેમજ કાનજી બચુએ ફરીયાદી શૈલેષભાઈને લાકડી વડે શરીરના ભાગે મુંઢ ઈજા કરી તથા આરોપી રણછોડ બચુભાઈ મકવાણા એ સાહેદ પિયુષને લાકડી વડે કપાળના ભાગે ઈજા કરી આરોપી દયાબેન બાબુભાઈ બચુભાઈ મકવાણા તથા રવી બાબુભાઈ મકવાણા પાછળથી આવી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(2:09 PM IST)