<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમરેલીઃ સ્‍વામિનારાયણ મંદિર પાણી દરવાજા દ્વારા માતૃ-પિતૃ વંદનાપર્વ

અમરેલીઃ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર, પાણી દરવાજા અમરેલી દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ બાલ- બાલિકા મંડળ દ્વારા પૂ.સદગુરુ શ્રી ભક્‍તિસંભવદાસજી સ્‍વામીની શુભ પ્રેરણાથી બાળકોને માતા-પિતા પ્રત્‍યે અરસપરસ લાગણી થાય તેવા ભાવથી માતળ-પિતળ વંદના પર્વ-૩ ખૂબ ધામ ધૂમથી ઉજવવામાં આવ્‍યો હતો. માતળ પિતળ પૂજનમાં ૫૦૦ ઉપરાંત માતા-પિતા તથા બાળકોએ ખૂબ ઉત્‍સાહ સાથે લાભ લીધો હતો પૂ.શાષાી સ્‍વામીએ શ્‍લોકના ગાન સાથે પૂજન કરાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં પૂ.ધર્મવલ્લભદાસજી સ્‍વામી બાબરા તથા પૂ.શાષાી શ્રી હરિસ્‍વરૂપદાસજી સ્‍વામી તથા પૂ.સર્વમંગલ સ્‍વામી બાબરાથી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા તેમજ શ્રીજી ફાર્મના માલિક રમણીકભાઈ માંગરોળીયા તથા અગ્રણી શ્રી રાજેશભાઈ માંગરોળીયા તથા સંદીપભાઈ માંગરોળિયા તથા રાજકોટથી ખાસ અગ્રણી ઘનશ્‍યામભાઈ કરકર અને જૂનાગઢથી ચંદ્રેશભાઇ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા... આ માતળ-પિતળ પૂજન બાદ૧૨૦૦ ઉપરાંત ભક્‍તોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો અને ભોજન પ્રસાદ બાદ મહારાષ્‍ટ્ર (મુંબઈ)થી ખાસ પધારી જાદુગર અમિતભાઈ સોલંકીએ મેજિક-શો દ્વારા ભકતોને ખૂબ આનંદ કરાવ્‍યો હતો અને હરિદ્વારથી ઉપસ્‍થિત યુવા યોગાચાર્ય ઉજ્જવલ શર્માએ પણ અદભુત યોગદર્શન કરાવ્‍યા હતા.આ મેજિક શોમાં ૧૫૦૦થી વધારે ભક્‍તોએ પધારી મેજિક-શો નિહાળ્‍યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાર્ષદ ઋષિભગત સાથે રહીને બાળકો, યુવક મંડળના યુવાનોએ તનતોડ મહેનત કરી હતી અને સાથે સાથે બાલિકાઓ,યુવતી મંડળની યુવતીઓ અને મહિલા ભક્‍તોએ પણ ખૂબ સેવા કરી હતી, આ કાર્યક્રમમાં ઋપિભગતના ભાવથી ઘણા આત્‍મીય ભકતોએ તન-મન અને ધને કરીને પણ સેવા કરી હતી.અને ખૂબ સરસ કાર્યક્રમ સમ્‍પન્ન થયો હતો. (તસ્‍વીર- અહેવાલ અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:40 PM IST)