તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
રાજકોટના ત્રંબા ખાતે આજે સાંજે સનાતની ધર્મ ધુરંધરોનું સંમેલન
સનાતન ધર્મનો વ્યાપ વધારવા અને દરેક હિન્દુ સંપ્રદાયો સનાતનના નિયમોનુ યોગ્ય રીતે પાલન કરે તે અંગે ચર્ચા થશે : સંતોનુ સવારથી આગમનઃજતીનભાઈ ભરાડની આગેવાનીમા તૈયારીને આખરી ઓપ : જગદગુરુ શંકરાચાર્ય સહિતના સંતો-મહંતોની હાજરીમાં સનાતન વિરોધી કળત્યો સામે લડત આપવા નિર્ણય લેવાશે

(વિજય વસાણી દ્વારા)આટકોટ, તા.૧૧ : દેશભરમાં સનાતન હિન્દુ ધર્મની મૂળભૂત બાબતોને તોડી મરોડીને રજૂ કરવાના અને મૂળ સિદ્ધાંતોથી વિરૂધ્ધ લોકોને ગેરમાર્ગે દોરવાના સનાતન વિરોધી લોકોના કળત્યો સામે સમગ્ર સનાતનીઓને એક મંચ ઉપર લાવી સનાતન ધર્મ અને સંસ્કળતિના રક્ષણ માટે સિધ્ધાંતોની લડત ચલાવવાના ઉદેશ્યથી જગદગુરુ સહિતના ધર્મ ધૂરંધરો તરફથી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ - ભારતના ઉપક્રમે તબક્કાવાર સંમેલનો યોજી નક્કર નિતી રીતી ધડવા માટે તખ્તો તૈયાર કરવામા આવી રહયો છે જેના અનુસંધાને રાજકોટ પાસે આવેલા ત્રંબા ગામ ખાતે અસંખ્ય સાધુ સંતોની હાજરીમાં સનાતન ધર્મનું સંમેલન આજે સાંજે મળશે જેની તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે અને આજે સવારથી મુકતાબાપુ ચાંપરડા ,સ્વામી એસ.પી.સ્વામી ઞઢડા સહિતના સંતોનુ આગમન પણ શરુ થઈ ગયુ છે.
આજે સાંજે ભરાડ સ્કૂલ ખાતે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના અધ્યક્ષ સ્થાને ગુજરાતભરના સંતો - મહંતો, ધર્મચાર્યો અને કથાકારોની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં સનાતન ધર્મના સિદ્ધાંતોને પ્રસ્થાપિત કરવા માટે સનાતન ધર્મના કોઈપણ દેવી-દેવતાઓ માટેની અપમાનજનક ટિપ્પણીના કળત્યો સહિત મુદ્દે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય વિચારણા નિર્ધારિત કરવામાં આવશે. તેમજ કેટલાક સંપ્રદાયના પુસ્તકોમાં દેવ દેવીઓને નીચા ચીતરવામા આવતા હોય તેની સામે પગલાં લેવા નિર્ણય કરવામાં આવશે.
આ ઉપરાંત ધાર્મિક જગતમાં ચાલતી અનેક સમસ્યાઓના નિવારણ માટે ગહન ચર્ચાઓ કરી નિર્ણયો લેવામાં આવશે. ગુજરાતની કોઈપણ ધાર્મિક સંસ્થા અને લોકો દ્વારા ધાર્મિક જગતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચતી હોય તેવા અધાર્મિક કળતયો તથા ધાર્મિક જગતના લોકોને ભયભીત કરવામાં આવતા હોય તેવી બાબતો સામે સનાતન સેવા સંસ્થાન દ્વારા કાયદાકીય પગલાથી માંડીને તમામ પ્રકારની કાર્યવાહીઓ કરવા માટે નિર્ણય કરવામાં આવશે. તેમજ ગુજરાતમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટના હોદ્દેદારોને નિયુક્તિ પત્ર આપવામાં આવશે. તેમજ રાષ્ટ્ર અને ધર્મના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સનાતન સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા ભારત ભરમાં તમામ રાજ્યોમા પદાધિકારીઓની નિયુક્તિ કરી દેશવ્યાપી સનાતન સેવા સંસ્થાનો વ્યાપ વધારવામાં આવશે.
આ સંમેલનને સફળ બનાવવા અને સંતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભરાડ સ્કૂલના ગીજુભાઈ ભરાડ, જતીનભાઈ ભરાડ, પ્રીયાંક ભરાડ, શોભનાબેન ભરાડ, રાજવીબેન ભરાડ સહીત સ્કુલનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
