<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ખીરસરા જુથ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખપદે નરેન્‍દ્રસિંહ જાડેજા બિનહરીફ

રાજકોટ : ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી લી.ના વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો ની મિટિંગ પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા ની ઉપસ્‍થિતિ માં મળેલ જેમાં વ્‍યવસ્‍થાપક સમિતિ ના સભ્‍યો દ્વારા   રાજકોટ લોધીકા સંધના ચેરમેન નરેન્‍દ્રસિંહ જાડેજા ને ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી લી.ના પ્રમુખ તરીકે બીન હરીફ વરણી કરવામાં આવેલ.  વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો માં લાખાભાઇ સાગઠીયા રાજેન્‍દ્રસિંહ જાડેજા દલસુખભાઈ પીપળીયા નરશીભાઈ વેકરીયા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા નાથાભાઈ ગાજીપરા ગોવિંદજી ગોહિલ પ્રવિણસિંહ ડાભી રતુભા ડાભી દિલીપભાઈ કુગશીયા વિરભાનુભાઇ મેત્રા મહિલા સભ્‍ય જ્‍યોત્‍સનાબેન જોરીયા સવિતાબેન વેકરીયા સહિતના વ્‍યવસ્‍થાપક સમિતિ સભ્‍યો દ્વારા નરેન્‍દ્રસિંહ જાડેજા ને સર્વ સહમતી થી ખીરસરા રણમલજી જુથ સેવા સહકારી મંડળી લી ના પ્રમુખ તરીકે બીન હરીફ વરણી કરેલ. નરેન્‍દ્રસિંહ  જાડેજા ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(4:20 PM IST)