તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ગોંડલના શંભુભાઇ કાપડીએ કામધંધો ન મળતાં ઝેરી દવા પી જીવ દીધો
કેટલાક સમયથી મજૂરી મળતી નહોતીઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૧: ગોંડલમાં વ્હોરા કોટડા રોડ પર વિજયનગરમાં સબ જેલ પાસે રહેતાં શંભુભાઇ દોલતરામ કાપડી (ઉ.વ.૪૫) નામના આધેડે ગઇકાલે સવારે ઘરે હતાં ત્યારે ઝેરી ટીકડીઓ પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે ગોંડલ બી-ડિવીઝનમાં જાણ કરી હતી. આપઘાત કરનાર શંભુભાઇ ગાડીમાં માલસામાન ચડાવવા, ઉતારવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ કેટલાક સમયથી મજૂરી કામ બરાબર મળતું ન હોઇ ઘર કેમ ચાલશે? તેની સતત ચિંતામાં રહેતાં હતાં. આ કારણે તેણે ઝેરી દવા પી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. તે ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
