<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

ગોંડલ કેશવાળા ગામના મગનભાઇ મકવાણાનું બેભાન હાલતમાં મોત

મગજનું ઓપરેશન કરાવ્‍યું હોઇ તબીયત બગડીઃ રાજકોટ સારવારમાં આવતી વખતે દમ તોડયો

રાજકોટ તા. ૧૧: ગોંડલના કેશવાળા ગામે રહેતાં મગનભાઇ અમરાભાઇ મકવાણા (ઉ.વ.૪૦) નામના યુવાનનું રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં મગજનું ઓપરેશન કરાવાયું હોઇ આજે સવારે તબીયત બગડતાં સારવાર માટે રાજકોટ લાવતી વખતે રસ્‍તામાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મગનભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતાં.

(11:05 AM IST)