તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
સાયલાના ઢેઢૂકીમાં પુત્ર યુવતિને ભગાડી જતાં પિતાએ એસિડ પીધું

રાજકોટ તા. ૧૧: સાયલાના ઢેઢુકી ગામે આધેડે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઢેઢુકી ગામે રહેતા અને ખેતીકામ કરતા રામજીભાઈ તેજાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) નામના આધેડે સાંજે ઘરે હતા ત્યારે એસીડ પી લેતા ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિથી વધુ સારવાર માટે ફરી બોટાદ લઇ જવાયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ સાયલા પોલીસને જાણ કરી હતી. પરિવારજનના કહેવા મુજબ રામજીભાઇનો પુત્ર એક યુવતિને લઇને નીકળી ગયો હોઇ તેની ચિંતાને કારણે આ પગલુ ભર્યુ હતું.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
