<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

જૂનાગઢ જેલમાં ધારાસભ્‍ય પુત્ર ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ

અપહરણ, હત્‍યાની કોશિષ કેસમાં કોર્ટે પોલીસને જેલમાં જઇ પૂછપરછ : તપાસ માટે આપી લીલીઝંડી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૧ : જુનાગઢના યુવકના અપહરણ, હત્‍યાની કોશિષ કેસમાં ગણેશ જાડેજા સહિત આરોપીઓની જેલમાં પૂછપરછ, તપાસ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.ᅠ

સંજય રાજુભાઈ સોલંકીના અપહરણ, હત્‍યાની કોશિશ અને એટ્રોસિટી સહિતના ગુનામાં ગોંડલના ધારાસભ્‍યના પુત્ર જયોતિરાદિત્‍યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા સહિતના ૧૦ શખ્‍સો હાલ જૂનાગઢ જિલ્લા જેલમાં છે.ᅠ

કોર્ટે આરોપીઓના રિમાન્‍ડ નામંજૂર કર્યા ત્‍યારે પોલીસ આરોપીઓની જયારે જયાં તપાસ, પુછપરછ માટે જરૂર હોય તે માટે સૂર્યોદય થી સૂર્યાસ્‍ત સુધી અબાધિત અધિકાર રહેશે. એવી શરતે રિમાન્‍ડ નામંજૂર કર્યા હતા. આથી સોમવારે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાએ સોમવારે કોર્ટમાં આરોપીઓની સવારે ૯ થી સાંજના ૬ સુધી તપાસ માટે આરોપીઓની જરૂર હોવાનો રિપોર્ટ કર્યો હતો.

પરંતુ અદાલતે આરોપીઓની કસ્‍ટડી સહિતની પોલીસની માંગણી નામંજૂર કરી માત્ર જેલમાં જ તપાસ, પૂછપરછની મંજૂરી આપી હતી. જેના પગલે પોલીસે જેલ પર જઈને આરોપીઓની તપાસ, પૂછપરછ માટેની ગતિવિધિ શરૂ કરી છે.

(11:03 AM IST)