તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ભાદરકાંઠા વિસ્તારમાં ભાજપની સરસાઇ (૧૫૦૦૦)ના વહેણ
મતદારોનો આભાર માની કેન્દ્રીય મંત્રી પદ બદલ માંડવિયાને અભિનંદન આપતા ભાજપના અગ્રણીઓ

રાજકોટ,તા. ૧૧: પોરબંદર સંસદિય મત વિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા ને ગોંડલ તાલુકાનાં ભાદરકાંઠા વિસ્તારમાંથી ૧૫૦૦૦ જેવી જંગી લીડ અપાવવા બદલ દેરડી સીટનાં સદસ્ય અને જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર તથા શિવરાજગઢ સીટનાં સદસ્યશ્રી શૈલેષભાઈ ડોબરીયા એ વિસ્તારનાં ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી ગણેશભાઈ જાડેજા વિસ્તારનાં સંગઠનનાં હોદેદારો, સહકારી ક્ષેત્રનાં આગેવાનો, સરપંચો, કાર્યકર્તાઓ નો આભાર વ્યક્ત કરેલ છે.
વધુમાં જણાવેલ કે ભાદરકાંઠા વિસ્તારનાં શિવરાજગઢ, દેરડી, વાસાવડ, લીલાખા, સુલતાનપુર વગેરે ગામો તથા આ વિસ્તારનાં તમામ જ્ઞાતિનાં લોકો વર્ષોથી ભાજપ વિચારધારા સાથે સંકળાયેલ છે તથા હરહંમેશ રાષ્ટ્રહિત અને વિકાસની વિચારધારા સાથે જોડાયેલ છે.આ વિસ્તારનાં પોરબંદર લોકસભા વિસ્તારનાં ઉમેદવાર ડો.મનસુખભાઈ માંડવીયા ને આ વિસ્તારમાંથી ૧૫૦૦૦ જેવી જંગી લીડ અપાવી વિજયી બનાવેલ છે તેમને મોદી સરકારમાં મંત્રીપદ મળેલ છે તે બદલ તેમને અભિનંદન પાઠવેલ છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
