તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Sunday, 9th June 2024
માળિયામિયાણાના ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે ડબલ સવારી બાઈક ને ઠોકર મારતા બાઈક સવાર દંપતીનું કમકમાટીભર્યું મોત
રવાભાઈ અભરામભાઈ નોતિયાર (ઉ.વ.૪૯) અને હવાબેન નોતિયાર (ઉ.વ.૪૭) બંનેના મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૯
માળિયામિયાણાના ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે ડબલ સવારી બાઈક ને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોય જે બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
માળિયાના ખીરઈ ગામના રહેવાસી ગફુર રવાભાઈ નોતિયાર નામના યુવાને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૭ જુનના રોજ રાત્રીના ઘરે હોય ત્યારે પિતા અમારી બાજુમાં રહેતા મામાનો દીકરો અશરફ સાઉદીન જેડાનં એક્સેસ બાઈક જીજે ૩૬ એજી ૯૪૪૨ લઈને આવ્યા અને માતા તેમજ પિતા બંને નવા અંજીયાસર ગામે કુટુંબી ફતેમાંમદભાઈ નોતિયારની દીકરીના લગ્ન હોય જેનુ જાગરણ હોય જેથી જવા નીકળ્યા હતા અને તા. ૦૮ જુનના રોજ રાત્રીના દોઢ વાગ્યે ફોનમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો છે.
જેથી માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર જઈને જોતા બ્રિજ પર પિતાનું બાઈક પડ્યું હતું જ્યાં માતા પિતા રોડ પર પડ્યા હતા માથામાં ગંભીર ઈજા થઇ હતી માતા હવાબેન નોતિયાર (ઉ.વ.૪૭) નં માથું ચીપાઈ ગયું હતું અને પિતાને માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા માળિયા સરકારી હોસ્પિટલ લાવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા આમ પિતા રવાભાઈ અભરામભાઈ નોતિયાર (ઉ.વ.૪૯) અને માતા હવાબેન નોતિયાર (ઉ.વ.૪૭) બંને બાઈક લઈને જતા હોય ત્યારે ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહનચાલકે બાઈકને ઠોકર મારી પિતાને માથા અને શરીરે ઈજા પહોંચાડી તેમજ માતાને માથામાં ટાયર ફેરવી દેતા માથું છુંદી નાખી બંનેના મોત નીપજાવી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
