<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જોડિયાના વાવડી ગામે આંગણવાડી જર્જરીત હોવાથી 60 થી વધુ બાળકો ડરામણી પરિસ્થિતિમાં : મહિલાઓ દ્વારા તાળાબંધી

તાળું મારાયેલ આંગણવાડીની ચાવી સરપંચને આપી આ આંગણવાડી ફરી ન ખોલે અને બાળકોના હિતમાં નવી વ્યવસ્થા કરી વિચારું આયોજન થાય તે માટે રજૂઆત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ :  જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા વાવડી ગામે મહિલાઓએ રણચંડી બની આંગણવાડી જર્જરીત હોવાથી ભાડાના મકાનમાં ચાલતું હતું.

       જ્યાં પણ સ્થિતિ અત્યંત ગંભીર અને વાવડી ગામમાં આંગણવાડીમાં આવતા 60 થી વધુ બાળકોને ડરામણી પરિસ્થિતિમાં રહેવું પડતું હતું જેને લઇને તાળાબંધી કરી છે. આંગણવાડીને તાળાબંધી કરી મહિલાઓ ગ્રામ પંચાયતમાં પહોંચી સરપંચને તાત્કાલિક આંગણવાડી જેવી પ્રાથમિક સુવિધા માટે નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. 

       બાદમાં તાળું મારાયેલ આંગણવાડીની ચાવી સરપંચને આપી આ આંગણવાડી ફરી ન ખોલે અને બાળકોના હિતમાં નવી વ્યવસ્થા કરી વિચારું આયોજન થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(3:22 PM IST)