તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ગોંડલ બી ડિવીઝનના ડી સ્ટાફના ૬ પોલીસકર્મીની બદલીઃ જુગારધામ ચલાવનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
રેન્જ આઇજી સ્કોડ દ્વારા પકડાયેલા હાઇપ્રોફાઇલ જુગારધામના ઘેરા પડઘા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૫: ગોંડલ નાં ભવનાથનગર માં રહેતા અને ડીવાયએસપી કચેરી માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ વાઘેલા નાં રહેણાંક મકાન માં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર રેન્જ આઇજી ની સ્કોડ દ્વારા દરોડો પડાયાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.બનાવ ને પગલે જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે બી'ડીવીઝન પોલીસ સ્ટેશન નાં ડી'સ્ટાફ નાં છ પોલીસ કર્મચારીઓ ની ત્વરીત બદલી કરી રાજકોટ હેડ ક્વાર્ટરમાં મુકી દેવાયાં છે. જ્યારે જુગારધામ ચલાવતાં કોન્સ્ટેબલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છે.
ભવનાથનગરમાં રહેતા કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા દ્વારા ચાલી રહેલા મહીલાઓ નાં જુગારધામ પર સોમવાર સાંજે રેન્જ આઇજી ની સ્કોડ દ્વારા સ્થાનિક પોલીસ ને ઉંઘતી રાખી જુગાર રમી રહેલી ૧૩ મહીલાઓ ને રૂા.૧,૩૫,૯૦૦ ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી કરાઇ હતી. ભવનાથનગર બી'ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતુ હોય ડી'સ્ટાફ ની બેદરકારી ને લઇ ને જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આકરુ પગલુ લેવાયુ છે.જ્યારે જુગારધામ ચલાવી રહેલા ભગીરથસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરી દેવાયો છે. જેની બદલી કરી દેવાઇ છે તેમા મદનસિંહ ચૌહાણ, શક્તિસિંહ જાડેજા,ઓમદેવસિંહ જાડેજા,સુરપાલસિંહ જાડેજા,મહીપાલસિંહ ચુડાસમા તથા હિતેન્દ્રસિંહ ગોહિલ નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ ના બેક રેફરન્સ વિના તત્કાલીન ફરજ પર થી છુટા કરી મોકલી આપવા હુકમ કરાયો હોય પોલીસ બેડા માં સન્નાટો મચી જવા પામ્યો છે. એક બાજુ રેન્જ આઇજી દારુ,જુગાર સહિતની અસામાજીક પ્રવળત્તિઓ સામે આકરુ વલણ દાખવી રહ્યા હોય અસામાજીક તત્વો ભોંભીતર થઇ ગયા છે.
બીજી બાજુ પોલીસ મેન દ્વારા જ હાઈપ્રોફાઈલ જુગારધામ ચલાવાતું હોય ચકચાર મચી જવા પામી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
