News of Friday, 23rd October 2026
જામકંડોરણાના મેઘાવડ ગામે વાડીમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયા
વિરભદ્રસિંહ જાડેજાની વાડીમાં રૂરલ એલસીબીનો દરોડોઃ ૩.૫૬ લાખનો મુદામાલ કબ્જે તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ, તા.૨૩: જામકંડોરણાના મેઘાવડ ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર રૂરલ એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને ૩.૫૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ જુગારનોી પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ જામકંડોરણા પો.સ્ટે વિસ્તારના મેઘાવડ ગામે રહેતા વિરભદ્રસિંહ સતુભા જાડેજા મેઘાવડ ગામ ની કાળીધાર સીમમાં આવેલ પોતાની માલિકીના ખેતર વાડીના મકાનમાં બહાર થી માણસો બોલાવી જુગાર નો અખાડો ચલાવતો હોય જે હકિકત આધારે રેઇડ કરી (૧) વિરભદ્રસિંહ સતુભા જાડેજા રહે, મેઘાવડ ગામ તા. જામકંડોરણા, (રે) મયુરસિંહ બળવંતસિંહ જાડેજા ઉ.વ. ૩૮ રહે, મેઘાવડ તા. જામકંડોરણા, (૩) ઇકબાલ ઉર્ફે લાલો અભરામભાઈ દોઢીયા ઉ.વ. ૨૯ રહે.ત્રાકુડા તા.ગોંડલ, (૪) કલ્પેશભાઈ ભીમજીભાઈ ગોહેલ ઉ. વ.૩૪ રહે. હૈયો ગામ તા. ગોંડલ (૫) રાજેશભાઈ ભીખાભાઈ ઠુંમ્મર ઉ. વ. ૪૫ રહે. મુ.મોખાકરોડ તા.કાલાવડ (૬) રાજેશભાઇ છગનભાઇ રાંક ઉ.વ. ૩૭ રહે. વેકરી તા.ગોંડલ ને રોકડ રૂ.૮૧,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કિ.રૂ. ૫૫,૦૦૦/- તથા વાહન મો.સા. નંગ-પ કી. રૂા. ર,ર૦,૦૦૦/- થી કુલ રૂ.૩,૫૬,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કાર્યવાહી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે.પી.રાવ, પીએસઆઇ કે.એમ. ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી. ભીમાણી, પીએસઆઇ પી.એન.ભરવાડ, તથા એએસઆઇ બાલકળષ્ણભાઈ ત્રિવેદી, એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા, એએસઆઇ જયવિરસિંહ રાણા, એએસઆઇ અનિલભાઇ ગુજરાતી તથા એચસી પ્રહલાદસિંહ રાઠોડ, એચસી ધર્મેન્દ્ર ભાઇ ચાવડા, એચસી ભગીરથસિંહ જાડેજા તથા એચસી રણજીતભાઇ બોરડ, પીસી વીજયભાઇ ખડીયા, પીસી ભાવેશભાઇ મકવાણા, પીસી વીજયભાઇ સીંહાર દ્વારા કરવામાં આવી હતી.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
