તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 23rd November 2026
કુંવરજીભાઈની અધ્યક્ષતામાં જસદણ સેવા સદન ખાતે સંકલન બેઠક યોજાઈ
જસદણ વિછીયા પંથકના સિંચાઈ, પંચાયત, ફોરેસ્ટ, શિક્ષણ, પોલીસ, ટ્રાફિક સમસ્યા,પાણી પુરવઠા, એસ.ટી.સો -વારના પ્લોટ, આવાસ યોજનાની ચર્ચાઃ સરકારી યોજનાના લાભો પ્રજા સુધી પહોંચાડવા તાકીદ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર, તા.૨૩ : જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ સેવા સદન ખાતે જસદણ વિછીયા તાલુકાની સંયુક્ત સંકલન બેઠક મળી હતી જેમાં કુવરજી ભાઈએ પદાધિકારીઓ અને અધિકારીઓને જનહિતના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવી સરકારી યોજનાના માધ્યમથી ચાલતી વિવિધ યોજનાના કામો અને તેના લાભો પ્રજા સુધી પહોંચે તે માટે તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન કુંવરજીભાઈ બાવળિયાએ તાલુકામાં પડતર અને જરૂરિયાત મુજબ તાલુકામાં સિંચાઈ પંચાયત વિભાગના, પી.જી.વી.સી.એલ.ના,ફોરેસ્ટ વિભાગના,શિક્ષણ,પોલીસ,ટ્રાફિક સમસ્યા,પાણીની સમસ્યા,એસ.ટી.,૧૦૦ ચોરસ વારના પ્લોટ આવાસ યોજના સહિત વિવિધ પ્રશ્નો જાણી જે વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજના દ્વારા ચાલતા કામો સત્વરે પુરા કરવા અને સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે એ માટે અધિકારીઓને સૂચના આપી હતી.
ખાસ કરીને જસદણ-વિછીયા વચ્ચે આવતા હિંગોળગઢના ઢાળમાં કટીંગ કરી રસ્તો નીચો ઉતારવા,સૌની યોજનાનું પાણી યોગ્ય રીતે પહોંચાડવા અધિકારીઓ પાસેથી વિગતો માંગી હતી તેમજ વિછીયા ખાતે સબ ડીસટ્રીક હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રના કામો સત્વરે પૂર્ણ કરવા તથા બીજા કામોના બાંધકામ ચાલુ છે તે સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ ઉપરાંત જુદા જુદા ગામના લાભાર્થીઓને સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વારના પ્લોટ આપવામાં આવે છે તેવા માંગણીધારકોને પ્લોટની ફાળવણી કરવી,P.G.V.C.L. ના રજૂ થયેલ પ્રશ્નો,વીજ માંગ અને મંજૂર થયેલ આવાસોની કામગીરી શરૂ કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યો,જસદણ વિછીયા તાલુકા પંચાયતના પ્રમુખ,ન્યાય સમિતિના ચેરમેન,પ્રાંત અધિકારી તેમજ તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિછીયા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરી અને ઝડપી કામગીરી કરવા યોગ્ય કામઞીરી કરવા ખાત્રી આપી હતી.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
