<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ઉપલેટાના મોટી પાનેલીથી રબારીકા પરત ફરતી વખતે રિક્ષા પલ્ટી જતા ૬ મજૂરો ઘાયલ

રિક્ષામાં જઈ રહેલ ૮ મજૂરો પૈકી ૬ ને ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ઉપલેટા હોસ્પિટલ ખસેડાયા

( ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી તા.૨૪ : ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામ નજીક આજે મજૂરો ભરેલી રિક્ષા પલટી મારી જતાં 6 લોકો ઘાયલ થયા હતા. 

પ્રાપ્ત માહિતી મુજબ પાનેલી મોટીથી રબારિકા તરફ પરત ફરી રહેલી મજૂરો ભરેલી રિક્ષા પાનેલીના પેટ્રોલ પંપ પાસે પહોંચતા પલટી મારી ગઈ હતી. રિક્ષામાં કુલ 8 મજૂરો સવાર હતા. અકસ્માતમાં 6 મજૂરોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઘાયલોની સારવાર ચાલુ છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અતિશય મુસાફરો સાથે ઓવરલોડ રિક્ષા ચલાવવાના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

(11:22 AM IST)