તા. ૯ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૨ મંગળવાર
News of Sunday, 23rd August 2026
મોરબીના મચ્છોનગરમાં જુગાર રમતા ૬ ઝડપાયા.
હનુમાન મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી લીધા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મચ્છોનગરમાં હનુમાન મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મચ્છોનગરમાં હનુમાન મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા બાલુભાઈ રેવાભાઈ ખીટ,ચકુભાઈ ઉર્ફે ખોડાભાઈ થોભણભાઈ પરસાડીયા, છનાભાઈ ખોડાભાઈ રાતડીયા,રાજુભાઈ બાબુભાઈ ચાવડીયા,વિપુલભાઈ બેચરભાઈ લામકા અને રાજુભાઈ અરજણભાઈ રાઠોડને રોકડ રકમ રૂ.૮૪૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
