તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ધ્રોલના માણેકપરમાં ચક્કર બાદ ઢળી પડેલા ૫૮ વર્ષીય ઉમેશભાઈ બરાંભીયાનું હાર્ટએટેકથી કરૂણ મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૯: ધ્રોલ તાલુકાના માણેકપર ગામે રહેતા એક ૫૮ વર્ષીય આધેડનું હૃદયરોગના જોરદાર હુમલાને કારણે કરુણ મોત નીપજ્યું છે. અચાનક ચક્કર આવ્યા બાદ બેભાન થઈ ગયેલા આધેડને હોસ્પિટલ પહોંચાડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા. બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિગત અનુસાર, માણેકપર ગામે રહેતા ઉમેશભાઈ લખમણભાઈ બરાંભીયા (ઉં.વ. ૫૮) પોતાના ઘરે હાજર હતા ત્યારે એકાએક ચક્કર આવતાં તેઓ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હૃદયરોગનો હુમલો આવતાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ ગયા હતા. જોકે, ત્યાં હાજર તબીબોએ તપાસીને તેમને મળત જાહેર કર્યા હતા.
ઘટના સંદર્ભે મળતકના મોટાભાઈ રણછોડભાઈ બરાંભીયાએ ધ્રોલ પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી છે. હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયાએ મળતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
