<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

સસ્‍તા સોનાની લાલચ આપી ભુજની ચીટર ટોળકી દ્વારા વડોદરાના વેપારીને ૫૪.૧૫ લાખનો ચૂનો

પશ્ચિમકચ્‍છ એસપીની ચેતવણી આપતી રીલ જોઈ ઠગાયાનું ભાન થયું, ભુજના કુખ્‍યાત બાપ-બેટા સહિત ૬ જણની ગેંગનો કારસોઃ ૧૩ વખત આંગડિયા મારફતે નાણાં પડાવ્‍યા, નકલી પોલીસ બનીને પણ વેપારીને ડરાવ્‍યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૯: સસ્‍તા ભાવે સોનું આપવાની લાલચ આપી વડોદરાના વેપારી પિતા-પુત્ર સાથે રૂ.૫૪.૧૫ લાખની મોટી છેતરપિંડી થયાનો મામલો સામે આવ્‍યો છે. ભુજના કુખ્‍યાત બાપ-બેટા સહિત છ સભ્‍યોની ગેંગે વેપારીને ભુજ અને માંડવી ખાતે બોલાવી વિવિધ બહાના હેઠળ ૧૩ વખત આંગડિયા મારફતે લાખો રૂપિયા પડાવ્‍યા હતા. સમગ્ર મામલે ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ (ન્‍ઘ્‍ગ્‍) દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, વડોદરાના રાવપુરા વિસ્‍તારમાં રહેતા પ્રસન્ના પટવર્ધન અને તેમના ૨૪ વર્ષીય પુત્ર અભય પટવર્ધન ‘પટવર્ધન એન્‍ડ કંપની' નામની દુકાન ધરાવે છે અને નવગ્રહના નંગ (રત્‍નો)ના વેપાર સાથે સંકળાયેલા છે. આરોપીઓએ અલગ-અલગ નકલી નામ ધારણ કરીને પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો અને સસ્‍તા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી.

વેપારીને વિશ્વાસમાં લીધા બાદ આરોપીઓએ તેમને ભુજ અને માંડવી ખાતે રૂબરૂ બોલાવ્‍યા હતા. ત્‍યારબાદ ‘સોનું દુબઈથી મુંદરા પોર્ટ પર આવી ગયું છે', ‘પોર્ટ પર ચેકિંગ ચાલી રહ્યું છે' તેમજ ‘કસ્‍ટમ ઓફિસરને સોનું છોડાવવા માટે પૈસા આપવા પડશે' જેવા બહાના કાઢીને વારંવાર નાણાંની માંગણી કરવામાં આવી હતી.

આરોપીઓની વાતમાં આવી ગયેલા વેપારીએ અલગ-અલગ તબક્કે આંગડિયા મારફતે કુલ ૧૩ વખત રૂ.૫૪,૧૫,૦૦૦ ચૂકવી દીધા હતા. એટલું જ નહીં, ગેંગના એક સભ્‍યએ નકલી પોલીસકર્મી ‘ડીસોઝા' બની વેપારીને ડરાવવાનો પણ ઙ્કયાસ કર્યો હતો.

SPની રીલ જોઈને વેપારીને ઠગાઈનો અહેસાસ આ સમગ્ર ઠગાઈનો ભાંડો ત્‍યારે ફૂટયો જ્‍યારે વેપારીએ પશ્ચિમકચ્‍છ એસપીના સત્તાવાર ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર સસ્‍તા સોનાની ઠગાઈ કરતી ગેંગ ઝડપાયાની સોશિયલ મીડિયા રીલ જોઈ. રીલમાં દર્શાવાયેલી ઠગાઈની પદ્ધતિ અને પોતાની સાથે બનેલી ઘટનામાં સામ્‍ય જણાતા વેપારીને પોતે પણ છેતરપિંડીનો ભોગ બન્‍યા હોવાનો અહેસાસ થયો હતો. ત્‍યારબાદ તેમણે ભુજ LCBનો સંપર્ક કરતાં સમગ્ર મામલો પોલીસ સમક્ષ આવ્‍યો હતો.

છ આરોપીઓના નામ સામે આવ્‍ય પોલીસ તપાસમાં નીચેના છ આરોપીઓની સંડોવણી સામે આવી છે.

૧. ઝાકીર ઉર્ફે જાકીરીયો મહમદહનીફ સોઢા - ‘યુસુફખાન' તરીકે ઓળખ આપતો હતો. ૨. મહમદહનીફ નુરમામદ સોઢા - ‘હનીફભાઈ' નામ ધારણ કર્યું હતું. ૩. અલીમામદ નુરમામદ સોઢા - ‘હાજી સાહેબ' તરીકે ઓળખ આપતો હતો. ૪. અમીન મહમદહનીફ સોઢા - ‘રજાક' નામ ધારણ કર્યું હતું.૫.અબ્‍દુલ ખલીફા - નકલી પોલીસકર્મી ‘ડીસોઝા' બન્‍યો હતો. ૬. અબ્‍દુલ્લા મીસરી સુમરા - ‘સુનીલ પટેલ' નામ ધારણ કર્યું હતું.

ભુજ LCB દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓની ભૂમિકા, નાણાંની લેવડદેવડ તથા અન્‍ય કોઈ વ્‍યક્‍તિઓની સંડોવણી અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સસ્‍તા સોનાની લાલચથી સાવધાન રહેવા પોલીસની અપીલ  પોલીસ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે સસ્‍તા ભાવે સોનું આપવાની લોભામણી ઓફર, જાહેરાત કે અજાણ્‍યા વ્‍યક્‍તિની વાતોમાં આવીને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવી નહીં. ખાસ કરીને કસ્‍ટમ, પોલીસ કે અન્‍ય સરકારી અધિકારીના નામે પૈસા માંગવામાં આવે તો તેની સત્તાવાર રીતે ખરાઈ કર્યા વિના નાણાં આપવાથી બચવું અને શંકાસ્‍પદ કિસ્‍સામાં તાત્‍કાલિક પોલીસનો સંપર્ક કરવો.

(10:58 AM IST)