<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ગોંડલ શ્રીનાથગઢના ૫૧ વર્ષના મનસુખભાઇ પટેલનું હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુ

ઇમિટેશનના વેપારીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૮: હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્‍યુ થવાની ઘટનાઓ વધી ગઇ છે. વયોવૃધ્‍ધની સાથે યુવાનોના પણ આ રીતે મૃત્‍યુ થઇ રહ્યા છે. દરમિયાન ગોંડલના શ્રીનાથગઢના એક એકાવન વર્ષના વેપારીનું હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલના શ્રીનાથગઢમાં રહેતાં મનસુખભાઇ કાનજીભાઇ કાનપરીયા-પટેલ (ઉ.વ.૫૧)ને ગઇકાલે ઘરે હતાં  ત્‍યારે છાતીમાં એકાએક દુઃખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ મારફત જાણ થતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર મનસુખભાઇ પટેલને ભાઇ અને એક બહેન છે. સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. પોતે ગામમાં ઇમિટશેન જ્‍વેલરીની દુકાનમાં બેસી વેપાર કરતાં હતાં. આ બનાવને પગલે કાનપરીયા પરિવારમાં અને ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

(10:45 AM IST)