તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
જામનગરમાં નોનવેજ ખાધા બાદ ૫૦ લોકોને ફૂડ પોઈઝનિંગ
બેડેશ્વર વિસ્તારની ખાનગી રેસ્ટોરન્ટની ઘટનાઃ રેસ્ટોરન્ટમાં ચિકન રોલ ખાનાર અને પાર્સલ લઈ ગયેલા લોકો બીમાર પડતા જી.જી. હોસ્પિટલમાં દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭: જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એક ખાનગી નોનવેજ રેસ્ટોરન્ટમાંથી ચિકન રોલ ખાધા બાદ સામૂહિક ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, રેસ્ટોરન્ટમાં નોનવેજ ચિકન રોલ ખાનારા અને ઘરે પાર્સલ લઈ ગયેલા મળીને આશરે ૫૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બીમાર પડેલા તમામ લોકોને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. રેસ્ટોરન્ટના ફૂડ સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
