તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
વેરાવળમાં એપાર્ટમેન્ટમાં આગ ભભૂકતા પ૦ પરિવારનાં શ્વાસ અધ્ધર
જો કે ફાયર બ્રિગેડની ટીમો તાબડતોબ દોડી જતા તમામને સલામત સ્થળે આશરો અપાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ર૩: અહીંના સટ્ટાબજાર વિસ્તારમાં આવેલા સોમનાથ એપાર્ટમેન્ટની ચોથા માળના ટેરેસ પર મોબાઈલ ટાવરના બેટરી રૂમમાં શોર્ટ સરકીટના કારણે અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બનાવના પગલે એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા પરિવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
વેરાવળના સટ્ટાબજાર નજીક લોહાણા મહાજન વાડી પાસે આવેલા ચાર માળના એપાર્ટમેન્ટમાં મોબાઈલ ટાવરના બેટરી યુનિટમાં શોક સરકીટના કારણે પ્રચંડ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્યા મુજબ આગના બનાવના પગલે એપાર્ટમેન્ટના ચારેય માળના ૧૬ બ્લોકના કુટુંબોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.આ તમામને લોહાણા મહાજન વંડીમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આગના પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. સાથોસાથ ફાયર બ્રિગેડની ટીમે પાણીનો સતત મારો બોલાવતા છેક બે કલાકે આગ કાબૂમાં આવી હતી. આગના કારણે આસપાસમાં ભયનું મોજું ફેલાઈ ગયું હતું.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
