<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ૪૮.૫૧% મતદાનઃ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૪૬.૩૧% મતદાન

પોલીસના ચુસ્‍ત બંદોબસ્‍તથી શાંતિ પૂર્ણ મતદાનઃ સૂર્યદેવના આકરા તાપના કારણે ઘણી જગ્‍યાએ મતદારો મત આપવા નિકળ્‍યા નહીઃ કેટલાક મતદારો ના SIR થી નામ કમી થયેલા હોય નારાજ થયાઃ ભયંકર તાપ ગરમી અને લગ્ન ગાળાને કારણે મતદાન પર અસર થતા આગેવાનોને ચિંતા વધી ગઇ'તી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૭: ગોંડલ સ્‍થાનીક સ્‍વરાજ્‍યની ચુંટણીઓ માં ગત વર્ષ કરતા તાલુકા પંચાયત તથા નગરપાલિકામાં ૧૦% ઘટાડો નોંધાયો છે. નગરપાલિકા માં ૪૮.૫૧% તથા તાલુકા પંચાયત માં ૪૬.૩૧% મતદાન નોંધાયુ છે. આકરા તાપને કારણે મતદાતાઓની નિરસતા મતદાન ઉપર અસરકર્તા બની હતી.

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ કુલ ૪૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ઉપર બિન હરીફ જીત મેળવી લીધી છે ત્‍યારે ૨૪ બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં ૪૮.૫૧% મતદાન નોંધાયું હતું કુલ ૫૨૮૨૬ મતદારો માંથી ૨૫૬૨૬ મતદારો એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો જેમાં ૧૪૦૬૧ પુરુષો ૧૧૦૨૫સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું વોર્ડ નંબર ૪ માં ૬૪.૪૩% સૌથી વધુ મતદાન થયું હતું જ્‍યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર ૭ માં ૩૬% મતદાન થયું હતું.  ગતવર્ષ ૨૦૨૧ની ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન ૫૮% મતદાન થયું હતું. જેની સરખામણીમાં આ વખતે ૧૦% મતદાન ઓછુ થયુ છે.

 એવી જ રીતે તાલુકા પંચાયત ની ૨૨ બેઠકો માંથી એક બેઠક બિન હરીફ થઈ હોય ૨૧ માટે યોજાયેલ ચૂંટણીમાં ૪૬.૩૧% મતદાન નોંધાયું હતું કુલ  ૧૩૨૦૩૬ મતદારો માંથી ૬૧૧૫૨ મતદારો એ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ૩૫૭૦૯ પુરુષો ૨૫૪૪૩સ્ત્રીઓ એ મતદાન કર્યું હતું દડવા હમીર પર બેઠકનું સૌથી વધુ ૬૩.૪૦%  મતદાન નોંધાયું હતું જ્‍યારે ત્રાકુડા બેઠક નું ૩૬.૧૫% સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.  ગતવર્ષ ૨૦૨૧ માં યોજાયેલી ગોંડલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૨૨ બેઠકો માટે ૬૫% મતદાન થયું હતું.જેની સરખામણી એ આ વખતે ૧૦% ઓછુ મતદાન થયુ છે

(11:43 AM IST)