તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
૨ મકાનમાં ૪૮,૫૦૦ની ચોરી
જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ : ધારાગઢ દરવાજા વિસ્તારના લોકોમાં ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૯: જૂનાગઢમાં તસ્કરોએ તરખાટ મચાવી ૨ મકાનમાંથી ૪૮,૫૦૦ની ચોરી કરતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે નગીના ખાણ ખાડિયામાં રહેતા નજમાબેન ઈરફાનશા રફાઈ પરિવાર સાથે ગત તા. ૧૫ એપ્રિલના રોજ રાત્રિના પોતાંના મકાનમાં સુતા હતા. તે દરમિયાન મકાનની દિવાલનો પથ્થર કાઢી અને ઘરમાં પ્રવેશી રૂપિયા ૩૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીના ચોરી તસ્કરો લાયન થઈ ગયા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે મકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા પરિવાર હતપ્રભ થઈ ગયો હતો.
આ જ પ્રમાણે ધારાગઢ દરવાજા રોડ પર આવેલ ફરજાના હોલ સામે રહેતા શબાનાબેન યુનુસભાઈ થાનાણી તેના માતા સાથે ગત તારીખ ૨૧ મેના રોજ રાત્રિના ગરમીના કારણે મકાનનો દરવાજો રાખીને ઘરમાં સૂતા હતા જેનો લાભ લઇ સવારના ૫:૩૦ વાગ્યા સુધીમાં તસ્કરો ઘરમાં પ્રવેશી રૂપિયા ૧૮,૫૦૦ની કિંમતના સોનાના ઘરેણાની ચોરી કરી નાસી ગયા હતા.
બંને ચોરીની ઘટના અંગે ગઈકાલે ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
