News of Friday, 17th July 2026
૪૫૦૦ મીટર તપાસમાં કંઈ ન મળતા માણાવદરના બુરી ગામે ONGC દ્વારા ચાલતા ઓઈલ સંશોધન કામગીરીને પૂર્ણ વિરામ

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૧૭: માણાવદર તાલુકાના બુરી ગામે ONGC દ્વારા છેલ્લા ૨ વર્ષ થી વધુ સમય થી ઓઈલ સંશોધન કામગીરી હાથ ધરી હતી જેને પગલે આજુબાજુ જમીનો ના ભાવ વધી ગયા હતા અને વિકાસ થશે તેવું માનવામાં આવતું હતુ. ત્યારે ONGC ના નિષ્ણાતો દ્વારા છેલે ૩ હજાર અને ૪૫૦૦ મીટર સુધી પહોંચ્યા બાદ પણ કાંઇ ગેસ કે કોઈ ખનીજ ના મળતા ઓએનજીસી કંપની દ્વારા બુરી ગામે ONGC દ્વારા આ કામગીરી ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું.
હજી નાકરા ગામે ONGC સંશોધન કામગીરી ચાલુ છે જોઈએ હવે શું મળે છે. હાલ તો આ વિસ્તાર માં કોઈ ખનીજ મળ્યું નથી ત્યારે આ પંથક માં વિકાસની આશા ઠગારી નીવડી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
