તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
વાવ-થરાદના રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં 44 ગાયોના મોત મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર નિશાન સાધ્યું
તેમણે ગાયોના મોતને માનવસર્જિત દુર્ઘટના ગણાવી કહ્યુ કે રાજ્યમાં ઝેરી દવાઓ અંગેના રિપોર્ટ કરી શકે તેવી લેબનો અભાવ: ઘાસચારાની યોગ્ય ચકાસણી કર્યા બાદ ઉપયોગ કરવાની અપીલ: ગૌશાળાને રૂ.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી

વાવ-થરાદના રાહ તાલુકાના ચાંગડા ગામે આવેલી શ્રી ધરણીધર ગૌશાળામાં 44 ગાયોના મોત મામલે સાંસદ ગેનીબેન ઠાકોરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગાયોના મોતને માનવસર્જિત દુર્ઘટના ગણાવી સરકાર પર નિશાન સાધ્યું હતું. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્યમાં ઝેરી દવાઓ અંગેના રિપોર્ટ કરી શકે તેવી લેબનો અભાવ છે. ગૌશાળામાં લીલા ઘાસચારાના કારણે ગાયોના મોત થયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે તેમણે પશુપાલકોને ઘાસચારાની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સાથે જ ગૌશાળાને રૂ.5 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
