<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ઉનામાં હિર વિજય સુરી મહારાજની ૪૩૦મી તિથિનીઉજવણીઃ શાહબાગના આંબામાં ‘‘મોર'' આવ્‍યા

મહારાજની તિથિ હોય ત્‍યારે અચુક એક આંબામાં ‘‘મોર'' ફુટે તેવી ભકતોમાં શ્રધ્‍ધા

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૩: સમસ્‍ત જૈન સમાજ દ્વારા જગત ગુરુ હિર વિજય સુરી મહારાજની ૪૩૦ મી સ્‍વર્ગરોહણ ની તિથિની ઉજવણી કરવામાં આવી હતી અને તિથિના દિવસોમાં શાહબાગમા એક આંબામા મોર આવ્‍યા હતા.

 જૈન સમાજ ના જગત ગુરૂ હિર વિજય સુરી મહારાજ કે જેમણે રાજા અકબરને માંસાહાર છોડાવી જીવ હિંસા કરતા છોડાવેલ હતા. તે જગત ગુરૂ હિર વિજય સુરી મહારાજ ની ૪૩૦ મી સ્‍વર્ગ આરોહણ તિથિ જૈન સમાજ દ્વારા ભક્‍તિ ભાવ પૂર્વક ઉજવવા મા આવી હતી. સવારે ગુરૂ મંદિરમા ગુરૂ પૂજા તેમજ ઉના જૈન સંઘ મા ૩૬ લોકો એ અયંબિલ તપ કરેલ.

મછુંદરી નદી કિનારે આવેલ શાહબાગ દાદા વાડીએ તેમની મૂર્તિ અને પાદુકા પૂજન, આંગી કરવા મા આવી  હતી. આ શાહ બાગ મા હિર વિજય સુરી મહારાજ સાહેબ ની  તિથિ હોય ત્‍યારે અચૂક એક આંબામા મોર ફૂટે છે આ વખતે પણ એક આંબામા મોર ફૂટેલા અને લોકો આヘર્ય પામેલ હતા

(11:14 AM IST)