News of Wednesday, 23rd September 2026
ગાંધીધામના નિવૃત્ત વૃદ્ધ પાસેથી ૪૨ લાખ પડાવ્યા
‘મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ'ના નામે ડિજિટલ અરેસ્ટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૩: ગાંધીધામ શહેરમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સપનાનગર એન.યુ.-૪માં રહેતા અને કંડલા દીનદયાળ પોર્ટના ફાયર વિભાગમાંથી વર્ષ ૨૦૨૨માં નિવળત્ત થયેલા એક વળદ્ધને ગઠિયાઓએ ‘મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ'ના નામે વીડિયો કોલ કરી ડિજિટલ અરેસ્ટના નામે ભયભીત કરી રૂા.૪૨ લાખ પડાવી લીધા હતા. મની લોન્ડરિંગ તથા છેડતીના ગુનામાં તેમનું નામ બહાર આવ્યું હોવાનું કહી વળદ્ધને સતત ધમકીઓ આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, વળદ્ધ પોતાના વતન ઉત્તરપ્રદેશમાં હતા ત્યારે તેમના મોબાઈલ પર ‘આઈપીએસ મુંબઈ'ના નામે મેસેજ આવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ વારંવાર વીડિયો કોલ કર્યા હતા. શરૂઆતમાં વળદ્ધે કોલ ઉપાડ્યા ન હતા, પરંતુ સતત કોલ આવતા અંતે તેમણે વીડિયો કોલ રિસીવ કર્યો હતો. સામા છેડે પોલીસની વર્ધીમાં એક શખ્સ બેઠેલો હતો. તેણે વળદ્ધને ધમકાવી તેમના નામે મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો હોવાનું તેમજ તેમના બીજા સીમકાર્ડ મારફતે એક યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પછી ગઠિયાએ વળદ્ધને સતત વીડિયો કોલ પર રાખી જુદી-જુદી વિગતોવાળી ફરિયાદની નકલો મોકલી હતી અને દર બે કલાકે પોતે સુરક્ષિત હોવાનો મેસેજ કરવા જણાવ્યું હતું. વળદ્ધે પોતે નિર્દોષ હોવાનું તથા ગાંધીધામમાં રહેતા હોવાનું જણાવતાં ગઠિયાએ તેમને તાત્કાલિક ગાંધીધામ ખાતે પોતાના ઘરે પરત આવવાની ધમકી આપી હતી. ધમકીઓથી ડરી ગયેલા વળદ્ધ ઘરે પરત ફરવા નીકળ્યા હતા અને રસ્તામાં પોતે કયાં પહોંચ્યા તેની જાણ પણ ગઠિયાને કરતા રહ્યા હતા. ગાંધીધામ ઘરે પહોંચ્યા બાદ પણ આ સમગ્ર બાબત કોઈને ન જણાવવા કડક સૂચના આપવામાં આવી હતી. જો કોઈને જાણ કરશો તો તમારી સાથે પરિવારના સભ્યોની પણ ધરપકડ કરવામાં આવશે, મિલકત જપ્ત કરી લેવામાં આવશે તેમજ દેશદ્રોહનો કેસ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી.
ગઠિયાઓએ બાદમાં વળદ્ધને તમે મની લોન્ડરિંગમાં સંડોવાયેલા નથી, માત્ર ખાતરી કરવા માટે પૈસા મોકલાવો, તપાસ પૂર્ણ થયા બાદ તમામ રકમ પરત કરી દેવામાં આવશે, તેવી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. સતત તાણ અને માનસિક ત્રાસ વચ્ચે વળદ્ધ પાસેથી પ્રથમ રૂા.૧૮ લાખ પડાવી લેવાયા હતા. ત્યારબાદ વધુ રૂા.૧૦ લાખની માંગણી કરવામાં આવી હતી. અંતે અલગ-અલગ તબક્કે કુલ રૂા. ૪૨ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. પૈસા ન હોય તો મકાન વેચીને પણ રકમ ચૂકવવાની ધમકી આપવામાં આવી હતી. પોતે છેતરાયા હોવાની જાણ થતાં વળદ્ધે ગઠિયાઓ પાસે પોતાની રકમ પરત માગી હતી. જોકે, ત્યારબાદ ઠગબાજે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. આ રીતે મોટી રકમની છેતરપિંડી થઈ હોવાનું જણાતા વળદ્ધે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કર્યો હતો. સાયબર ટીમની કાર્યવાહી દરમિયાન આશરે રૂા. ૪ લાખની રકમ સ્થગિત કરવામાં સફળતા મળી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
