<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

દ્વારકા જિલ્લામાં ૪૧ને હેડ કોન્‍ટેબલ તરીકે બઢતી

 

ખંભાળીયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળાએ ૩૦ પોલીસ જમાદારોને એ. એસ. આઇ. તરીકે બઢતી આપી હતી. તે પછી ગઇકાલે વધુ ૪૧ પોલીસ કોન્‍સટેબલોને પોલીસ જમાદાર તરીકે બઢતી આપવામાં આવતા બે દિવસમાં ૭૧ પોલીસ કર્મીઓને બઢતી મળતા પોલીસ બેડામાં દીવાળીનો માહોલ થઇ ગયો છે.

પોલીસ કોન્‍સ્‍ટેબલો રાજેશભાઇ સોનગરા, પૃથ્‍વીરાજસિંહ જેઠવા, રાયમલ વડેસણીયા, સંજયભાઇ ચુડાસમા, ધીરેન્‍દ્રસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ધરણાંતભાઇ ભાદરકા, પ્રહલાદભાઇ ડાભી, ભાવેશકુમાર હડીયલ, નારણભાઇ જામ, મેહુલભાઇ શીહોરા, અજીતભાઇ મેર, આનંદપુરી ગોસ્‍વામી, દિનેશભાઇ ચાવડા, મેહુલભાઇ પોસીટીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, રણમલ કાગડીયા, સુમાતભાઇ ચાવડા, રવિરાજસિંહ જાડેજા, ભરતભાઇ ભોચીયા, રાજશી ભાટીયા, પબુ માયાણી, જયદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, વજાભાઇ લાંબરીયા, સામનભાઇ ગઢવી વિ.નો સમાવેશ થાય છે.

દ્વારકા, ઓખા, ખંભાળીયા, પોલીસ હેડ કવાર્ટર, ટ્રાફિક શાખા, દ્વારકાધીશ મંદિર, એસ. ઓ. જી. ભાણવડ, દ્વારકા, કલ્‍યાણપુર વિ. સ્‍થળના પોલીસ કર્મીઓનો આ બઢતીમાં સમાવેશ થાય છે.

(1:37 PM IST)