<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

જુનાગઢ પરિક્રમામાં બાળકો સહિત ૪૦૦ ભાવિકો વિખુટા પડયા પોલીસ સહિતની ટીમે મિલન કરાવ્‍યું

રાજકોટના એક પરિવારના બહેન ગ્રૃપમાં વિખુટા પડતા ખુદ એસ.પી. સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાએ ટીમને સુચના આપી ગ્રૃપમાં મેસેજ કર્યો છે નેટવર્કના ઇસ્‍યુ છે ચિંતા ન કરો અમારી જવાબદારી છે એસ.પી. સાથે મધરાતે થયેલ વાતચીત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.ર૩: ગરવા ગિરનારની પાવનકારી ૩૬ કિ.મી.ની પાવનકારી પરિક્રમામામં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે પરિક્રમાના પ્રારંભથી જ ખુદ એસ.પી. સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા દિવસ રાત જોયા વગર ભવનાથમાં પડાવ નાખ્‍યો છે અને પરિક્રમાના રૂટો પર નજર રાખી રહ્યા છે.

આ પરિક્રમા દરમ્‍યાન બાળકો સહિત ભાઇઓ બહેનો વૃધ્‍ધો ,૦૦ થી વધુ વિખુટા પડતા પોલીસ એસડીઆરએફની ટીમ અને વન વિભાગના સ્‍ટાફે જહેમત ઉઠાવી યાત્રિકોને પરિક્રમાના રૂટ પરથી શોધી તેમના પરિવાર સાથે મિલન કરાવ્‍યું છે.

પોલીસ તંત્રની કામગીરીનો અનુભવ અમારી અકિલાની ટીમને પણ થયેલ ગત શનીવારે રાત્રે રાજકોટના એક પરિવાર પરિક્રમા કરવા આવેલા દરમ્‍યાન તેમાંથી એક બહેન વિખુટા પડી જતા તેઓએ અકિલાના પ્રતિનિધિ વિનુ જોષીનો સંપર્ક સાધતા તેમણે તાત્‍કાલીક જયાથી આ બહેન વિખુટા પડેલ તે બોરદેવી નજીકની જગ્‍યાનું વર્ણન કરી ફોટો ગ્રાફસ એસપી તથા ડીવાયએસપીને વોટસ એપ થી મોકલી આપયા ત્‍યાં નેટવર્કનો ઇસ્‍યુ હોવાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના મોબાઇલમાંથી શ્રી ધાંધલ્‍યા તથા એસપી સુબોધ ઓડેદરાએ અમારા પ્રતિનધિ સાથે વાતચીત કરી જણાવ્‍યું કે તમો ચિંતા ન કરતા આ જવાબદારી અમારી છે આ બેને અમારી ટીમ શોધ આપશે.

પરિક્રમામાં રાવટીઓ ખાતે વાયરલેસ મેસેજ જુદી જુદી જગ્‍યાએ પહોંચાડી તનતોડ મહેનત કરી અને સદનશીબે આ બહેન રાત્રે ૧ર-૩૦ કલાક ની આજુબાજુ ભવનાથ તળેટી ખાતે તેમના પુત્રને સંપર્ક થતા સૌને નિરાંત થઇ હતી ત્‍યારબાદ રાત્રે ૩ કલાકે એસ.પી. તથા ડીવાયએસપીને વોટએપથી આ બેન મળી ગયાની જાણ કરતા તેઓને પણ ચિંતામાં ઘટાડો થયો હતો આમ પોલીસ અધિકારી આ ટીમને અભિનંદન આપીએ તેટલા ઘટે ૩૦૦૦ થી વધુ પોલીસ અધિકારી કર્મચારી ખડેપજ્ઞે વ્‍યવસ્‍થા જાળવી છે.

(1:46 PM IST)