તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ગીર સોમનાથના મોરાસા સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં અકસ્માતમાં 40 વર્ષીય કર્મચારી માનસિંગ બારડનું મોત
કંપનીના રોમીલના વુફરમાં કર્મચારી યુવક આવી જતા અકસ્માત: કર્મચારીનો મૃતદેહ મશીનમાં ફસાઈ ગયો: રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ મશીનમાં ફસાયેલા કર્મચારીનો મૃતદેહ બહાર કાઢ્યો

ગીર સોમનાથ જિલ્લાના મોરાસા સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીમાં સાંજે આશરે 7:30 વાગ્યાના અરસામાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં કામ કરતા એક કર્મચારી મશીનમાં આવી જતા તેનું મોત થયું હતું. ઘટનાને પગલે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક વિગતો મુજબ કંપનીના રોમીલના વુફરમાં કર્મચારી યુવક આવી જતા અકસ્માત સર્જાયો હતો. કર્મચારીનો મૃતદેહ મશીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કંપનીમાં હાજર કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતાં રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ભારે જહેમત બાદ મશીનમાં ફસાયેલા કર્મચારીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કંપનીમાં ચકચાર મચી હતી
ઘટના બાદ કંપની દ્વારા મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. કંપનીના ગેટ બહાર લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક વિગતો મુજબ મૃતક કર્મચારી સુત્રાપાડા તાલુકાના વાવડી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 40 વર્ષીય માનસિંગ બારડ તરીકે થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. માનસિંગ બારડ છેલ્લા 10થી વધુ વર્ષથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
