તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
ભાવનગરના વરતેજમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ કેસમાં 40 આરોપીઓ જ્યુડીશ્યલ કસ્ટડીમાં અને એક આરોપી પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર
હાલ સુધી કુલ ૪૨ આરોપીઓની ધરપકડ :ઝેરી કેમીકલયુક્ત દારૂ બનાવવામાં અગાઉ પકડાયેલ તથા હાલમાં પકડાયેલ આરોપીઓએ ભેગા મળીને આ કેમીકલયુક્ત ઝેરી દારુ બનાવેલ

ભાવનગર :ગઇ તા.૧૮/૦૮/૨૦૨૬ ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં અકસ્માત મોત દાખલ થયા બાદ મિથેનોલ યુક્ત ઝેરી દારૂ હોવાનું પ્રસ્થાપીત થતા કુલ ૨૧ આરોપી વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૧૯૮૦૬૭૨૬૦૬૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૫, ૧૨૩, ૬૧(૨), ૩(૫), ૨૭૪, ૨૭૫, ૩૪૫ (૩), ૩૪૯ તથા પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ (એ) (બી) (ડી) (ઈ) (એફ), ૬૫ એ(૨), ૬૫ એ(૩), ૬૭(૧) એ, ૮૧, ૮૩ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.
ડી.જી.પી જી.એસ.મલીક સાહેબની સુચનાથી આ ગુન્હાની તપાસ સ્ટેટ મોનટરીંગ સેલને સોંપતા આ ગુન્હાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજાએ સંભાળેલ.
ઉપરોક્ત ગુનાની તપાસ દરમ્યાન કુલ ૪૧ આરોપીઓ અટક કરવામા આવેલ, જે પૈકી ૪૦ આરોપી ઓ હાલ જ્યુડીશીયલ કસ્ટડીમા છે, તેમજ ૦૧ આરોપી પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર છે.
સદર ગુનામાં ઝેરી કેમીકલયુક્ત દારૂ બનાવવામાં અગાઉ પકડાયેલ તથા હાલમાં પકડાયેલ આરોપીઓએ ભેગા મળીને આ કેમીકલયુક્ત ઝેરી દારુ બનાવેલ. આ દારુના પેકીંગ માટે વપરાયેલ પુંઠા, કાચની ખાલી બોટલો, ઢાંકણા, સ્ટીકર વગેરે અલગ અલગ જગ્યાએથીભાવનગર ખાતે મોકલવામાં મુખ્ય ભુમિકા ભજવનાર ઇસમ લાડુ લાલ ઉર્ફે ગણેશ સ/ઓ શ્યામલાલ ખારોલ( ઉ.વ.રર) રહે. મહેન્દ્રગઢ ગામ, થાણા કારોઇ તા.સહાડા, જી.ભીલવાડા, રાજસ્થાન)ને સદર ગુનાના કામે તા:૩૦/૦૯/૨૦૨૬ ના રોજ કલાક ૧૮/૪૫ અટક કરવામા આવેલ. જેના પોલીસ કસ્ટડી રીમાન્ડની કાર્યવાહિ હાથ ધરવામા આવનાર છે.
આ ગુન્હાનો મુખ્ય આરોપી ગૌતમ સોલંકી ઘણા સમયથી ગણેશ ખરોલના સંપર્કમાં હતો અને આ બન્નેએ ભેગા મળી ગૌતમ સોલંકીના ઘરે દારુ બનાવવાનું નક્કી કરેલ. નકલી દારુ (લહો) બનાવવા તથા પેકીંગ કરવા માટેની જરૂરી ચીજવસ્તુઓ ગણેશ ખરોલ દ્વારા એકત્ર કરવામાં આવેલ હતી.
લઠ્ઠાકાંડના બનાવ બાદ ગણેશ ખરોલને ખબર પડી હતી કે લોકોના મૃત્યુ થઇ રહ્યા છે, એટલે તે ગુજરાત છોડી ભાગી ગયેલ. ભાગતા સમયે ગણેશ ખરોલએ અન્ય આરોપીઓનો સંપર્ક કરી મોબાઇલ તથા અન્ય પુરાવા નાશ કરવા જણાવેલ.
ગણેશ નકલી દારુ બનાવવાની પ્રક્રીયા જાણતો હોઇ પૈસા કમાવવાની લાલચના કારણે તેણે લોકોના જીવની પરવા કર્યા વગર દારુ બનાવ્યો હતો.
ગણેશ મુળ રાજસ્થાનના મહેન્દ્રગઢ, થાણા કારોઈ, ભીલવાડાનો રહેવાસી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુજરાત રાજ્યએ રાજસ્થાન એ.ટી.એસ.ની મદદ લઇ તેની ધરપકડ કરેલ છે અને નામદાર કોર્ટ મારફતે તેના તા. ૦૮/૧૦/૨૦૨૬ સુધીના રીમાન્ડ મેળવેલ છે.
ભાવનગરના લઠ્ઠાકાંડ સંદર્ભે સદરહુ ગુન્હામાં તપાસ દરમ્યાન હાલ સુધી કુલ ૪૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
