તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
વાંકાનેરમાં ૪ ટ્રાન્સફોર્મર નાખીને નદીમાં ખાબકે તે પહેલા ચાલૂ વરસાદે વીજ ટીમે કાર્યવાહી કરીઃ ક્રેન-ટ્રેકટરથી ઓપરેશન
ડે. ઇજનેર વાધમશી તથા સ્ટાફ સતત ૧ર કલાક ખડેપગે ઉભો રહયોઃ મોટુ નુકશાન અટકાવ્યું

રાજકોટ, તા. રપઃ વાંકાનેરમાં ગઈકાલે ધોધમાર ૬ાા ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં વરસાદ પડેલ હતો. ચાલુ વરસાદે પાવર સપ્લાય જાળવણી કરવી મુશ્કેલ હોય છે. તેમ છતાં પીજીવીસીએલ વાંકાનેર ટાઉન સબડિવિઝન આવતા વિસ્તારમા પતળીયો નદીના કાંઠે આવેલ ૪ ટી.સી. નમી જવાની ફરિયાદ આવેલ.
જેથી તાત્કાલિક ચાલુ વરસાદમાં નાયબ ઈજનેર - જી.એસ. વાઘમશી, જુનિયર ઈજનેર- શ્રી એ. ડી. રાણસરિયા અને લાઈન સ્ટાફ પી.જે. વ્યાસ સાથે સ્થળ વિઝીટ કરવામાં આવેલ સ્થળ તપાસ દરમિયાન ૪ ટી.સી. નમી ગયેલ હતા અને થોડો સમય વધુ પસાર થવાથી આ ટી.સી. બાજુમાં પસાર થતી નદીમા પડી શકે તેમ હતા. આથી સમય સૂચકતા સાથે તાત્કાલિક ક્રેન અને ટ્રેક્ટર મશીન અને કોન્ટ્રાક્ટર ના માણસોને બોલાવી ને આ ટી.સી. ને સીધા કરીને સ્ટે પોલ અને ઘાય મારવામાં આવેલ હતી. અને પાવર સપ્લાય રેગ્યુલર ચાલુ કરવામાં આવેલ હતો. સમય સૂચકતા ને લીધે પીજીવીસીએલ ને નુકશાન થતું અટકાવી અને ગ્રાહકો ને સતત પાવર સપ્લાય મળી રહે એ માટે જહેમત ઉઠાવવામાં આવેલ હતી.(૬.૧૪)
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
