તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
વઢવાણમાં પાણીમાં મોજમસ્તી કરતા ડુબી જવાથી ૪ યુવકોના મોત
રાજસ્થાનથી સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવેલા ૫ મિત્રો નગરા ગામે ઉમઇ નદીમાં ન્હાવા પડયા ત્યારે દુર્ઘટનાઃ ૧નો બચાવઃ સોમનાથ દર્શન બાદ ઘરે જવાના હતાઃ એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામ પાસેથી પસાર થતી ઉમઈ નદીમાં ન્હાવા પડેલા રાજસ્થાનના ૪ યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ, પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના જાટ પરિવારના ૫ યુવકો નગરા ગામે સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવ્યા હતા. કામ પૂર્ણ થતા તેઓ કાલે સોમનાથ દર્શન કરીને રાજસ્થાન પરત જવાના હતા અને ટ્રેનની ટિકિટ પણ બુક કરાવેલી હતી.
છેલ્લા દિવસે ઉમઈ નદીમાં ન્હાવા માટે ગયા હતા. નદીમાં મસ્તી કરતા સમયે પાણીનું વહેણ ઊંડું હોવાનો અંદાજ ન આવતા ૪ યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓની મદથી ચારેય મળતદેહોને બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં કાળુરામ જાટ નામના યુવકનો આબાદ બચાવ થયો છે.
આ દુર્ઘટનામાં રાજસ્થાનના મોહન જાટ, જીવારામ જાટ, રમેશકુમાર જાટ, કુસારામ જાટના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મધ્યરાત્રે તમામ મળતદેહોને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. માટે લાવવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ એસપી પ્રેમસુખ ડેલુ, એએસપી વૈદિકા બિહાની, વઢવાણ ડેપ્યુટી કલેકટર મેહુલ ભરવાડ, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે મળતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. તેઓ રાજસ્થાનથી સુરેન્દ્રનગર આવવા રવાના થયા છે. પીએમ બાદ મળતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી પણ આ ઘટના પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
