તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
ભુજના માધાપર ગામે પાર્કિંગ મુદ્દે બોલાચાલીમાં યુવાન સહિત ૪ પોલીસ કર્મીઓ ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસથી ચકચાર
પોલીસ કર્મચારીઓ અને ફરિયાદીના ભાઈ પર જ કાર ચડાવી દીધી હતી, પોલીસકર્મીઓએ સમયસૂચકતા વાપરી પોતાના વાહનો સાઈડમાં લઈ લેતા તેમનો જીવ બચી ગયો'તો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ભુજના માધાપર ગામે વાહન સાઈડમાં રાખવા (પાર્કિંગ) જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ ગંભીર વળાંક લીધો છે, જેમાં એક યુવાન અને ૪ પોલીસકર્મીઓ પર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ ચકચારી ઘટના અંગેની વિગત પ્રમાણે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન સાઈડમાં રાખવા (પાર્કિંગ) જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી. જૂની અદાવત રાખીને મુસ્તાક પચાણ સમા અને તેના બે સાગરીતોએ ફરિયાદી ઈમરાન જુણશ સમા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
હુમલાખોરે ગાડીમાંથી તલવાર કાઢીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જ્યારે ફરિયાદીનો ભાઈ પોલીસ કર્મચારીઓને સાથે લઈને આવી રહ્યો હતો, ત્યારે આરોપી મુસ્તાકે ભવાની હોટલ પાછળ રેલ્વે ફાટક પાસે પોલીસ કર્મચારીઓ અને ફરિયાદીના ભાઈ પર જ કાર ચડાવી દીધી હતી. પોલીસકર્મીઓએ સમયસૂચકતા વાપરી પોતાના વાહનો સાઈડમાં લઈ લેતા તેમનો જીવ બચી ગયો હતો. આ દરમિયાન આરોપીની કાર એક છોટા હાથી વાહન અને પુલની દીવાલ સાથે ભટકાઈ હતી.પોલીસ કાર્યવાહી: આરોપીઓ પોતાની કાર મોટી નદી પાસે મૂકીને નાસી છૂટ્યા હતા. માધાપર પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ ની ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
