News of Wednesday, 25th November 2026
તાલાલાના બામણાસા ગામમાં સિંહોનો આતંક:ગામમાં એક ઘરની સામે જ ત્રણ સિંહોએ ગાયનું મારણ કર્યું
ઘરના આંગણે જ સિંહોએ ગાયનો શિકાર કર્યો હોવાનો વીડિયો વાયરલ: રહેણાક વિસ્તારમાં જ ત્રણ સિંહો આવી પહોંચતા ગ્રામજનોમાં ભયનો માહોલ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બામણાસા ગામમાં સિંહોનો આતંક જોવા મળ્યો છે. ગામમાં એક ઘરની સામે જ ત્રણ સિંહોએ ગાયનું મારણ કર્યું હતું. ઘરના આંગણે જ સિંહોએ ગાયનો શિકાર કર્યો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ખાસ વાત એ છે કે સિંહો દ્વારા ગાયનું મારણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આસપાસ લોકો પણ હાજર હતા. રહેણાક વિસ્તારમાં જ ત્રણ સિંહો આવી પહોંચતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષની સ્થિતિ ફરી એકવાર સામે લાવી છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
