<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

ભાવનગરમાં બોરતળાવ વિસ્તારમાં યુવાન પર છરીથી હુમલો કરી 4 શખ્સ ફરાર

રૂપિયા 5 હજારની લેવડદેવડ મામલે 4 શખ્સે 32 વર્ષીય અજય ચૌહાણને માર માર્યો!

ભાવનગરમાં ફરી વાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે બોરતળાવ વિસ્તારમાં યુવાન પર છરીથી હુમલો કરી 4 શખ્સ ફરાર થયા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આરોપી જલ્દીથી પકડાય તેવી પરિજનોની માગ છે. રૂપિયાની લેવડ-દેવડમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 4 શખ્સો ફરિયાદીને મળવાના બહાને ભેગા થયા અને ત્યારબાદ તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. રૂપિયા 5 હજારની લેવડદેવડ મામલે 4 શખ્સે 32 વર્ષીય અજય ચૌહાણને માર માર્યો હોવાના ઈજાગ્રસ્ત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

(2:05 PM IST)