તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
માણાવદરના ખડીયામાં ધોળા દિવસે ૪ લાખની ચોરી
પિતૃ કાર્ય માટે ગયા ને તસ્કરો બંધ મકાનમાં હાથફેરો કરી ગયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૨: માણાવદર તાલુકાના ખડીયાના ગોવિંદભાઈ રવજીભાઈ વાછાણીના બંધ મકાનમાં ધોળા દિવસે ત્રાટકીને તસ્કરો રૂપિયા ૩.૯૦ લાખની ચોરી કરી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ખેડૂત ગોવિંદભાઈ વાછાણી શનિવારે સવારના ૫ વાગ્યે પોતાના પરિવાર સાથે પિતળ કાર્ય અર્થે ગોકરણ ખાતે ગયા હતા. તે દરમિયાન તેમના બંધ ઘરનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનની દીવાલ કૂદીને અંદર ઙ્કવેશી કબાટ અને દરવાજાના નકુચા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.
મકાનના રૂમમાં દીવાલમાં ફીટ કરેલ કબાટની પેટીમાંથી ખેત પેદાશના રૂપિયા ૩.૭૦ લાખ તથા બીજા કબાટની તિજોરીમાં પત્નીના પર્સમાં રાખેલા ૨૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૩.૯૦ લાખની રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સાંજે સાતેક વાગ્યે પરિવાર ઘરે પરત ફરતા મકાનનો મુખ્ય દેલો અને અંદરના રૂમનો દરવાજો ખુલ્લો તેમજ સામાન વેહવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા કબાટ અને તિજોરી તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.
ચોરીના બનાવ અંગે ગોવિંદભાઈની ફરિયાદના આધારે માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.(૨૩
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
