<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

કચ્‍છના શિણાય ગામે તળાવમાં ફોટોગ્રાફી દરમ્‍યાન ૪ મિત્રો ડૂબ્‍યાઃ ૧ નું મોત,૩ બચવામાં સફળ

નજર હટી કે દુર્ઘટના ઘટી, સેલ્‍ફી હોય કે ફોટોગ્રાફી એક નાનકડી ભૂલ લઈ શકે છે જિંદગીનો ભોગ

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩૦: પોતાના અલગ અને હટ કે ફોટો લેવાની લ્‍હાયમાં નાનકડી બેદરકારી જિંદગી ઉપર ભારે પડી શકે છે અને મોતના મુખમાં ધકેલી શકે છે. કચ્‍છના આદિપુર નજીક શિણાય ગામે ફોટોગ્રાફી માટે ગયેલા ગાંધીધામના ૪ મિત્રો માટે કરૂણાંતિકા સર્જાઈ હતી. તળાવના કુદરતી સૌંદર્ય સાથે પોતાની ફોટોગ્રાફી દરમ્‍યાન ૪ મિત્રો ડૂબવા લાગ્‍યા હતા જેમાં શંકર નારાયણ નાથ નામના ૨૨ વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે ડૂબી રહેલા અન્‍ય ૩ મિત્રો પૈકી ચેતન તારાચંદ તંવર અને વિક્રમ ગોવિંદ પરિહારને ત્રીજા મિત્ર અહેમદ અનવર સાયેચાને તરતા આવડતું હોઈ બચાવી લીધા હતા. આમ અહેમદ પોતાનો તેમ જ અન્‍ય બે મિત્રોનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જ્‍યારે ચોથો હતભાગી મિત્ર શંકર નાથ ડૂબી જતા તેનું મોત નીપજ્‍યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(11:00 AM IST)