<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

જસદણ પાસે ડેમમાં ન્‍હાવા પડેલ ૪ બાળકોના ડૂબી જતા મોત

૧૨ થી ૧૪ વર્ષના બાળકોના મોતથી સમગ્ર જસદણ પંથકમાં અરેરાટીઃ ઘેરથી નીકળ્‍યા બાદ મોડી સાંજ સુધી પરત ન ફરતા ડેમની પાળ ઉપર કપડા, સાયકલ પડેલ હોય શોધખોળ કરતા મૃતદેહો મળ્‍યા

 

તસ્‍વીરમાં ડૂબી જતા મોતને ભેટેલ ચારેય બાળકોની ફાઇલ તસ્‍વીર(તસ્‍વીરઃ વિજય વસાણી આટકોટ) (૩.૯)

(વિજય વસાણી દ્વારા)આટકોટ, તા.૨૭: જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા અને જસદણથી ચાર કિલોમીટર દૂર આવેલા આલણ સાગર ડેમમાં ગઈકાલે નાહવા પડેલા ૧૨ થી ૧૪ વર્ષના ચાર ચાર બાળકોના ડૂબી જવાથી મોત થતા પરિવારજનોમા અને જસદણ શહેરમાં અરેરાટી છવાઈ ગઈ છે.

જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા અત્‍યંત સામાન્‍ય કાંગસિયા મલ પરિવારના કાળુ ભરતભાઈ રાઠોડ,કિશન મનસુખભાઈ રાઠોડ,રાજવીર સામતભાઈ રાઠોડ અને ગાડલીયા લુહાર પરિવારના રામુ ભાયાભાઈ રાઠોડ ગઈકાલે બપોરે ૨ વાગ્‍યા આસપાસ ચારેય જસદણથી ચાર કિલોમીટર દૂર આવેલ બાખલવડ ગામે આલણ સાગર ડેમમાં નાહવા ગયા હતા.

આ દરમિયાન અચાનક ચારેય માસુમ બાળકો ડૂબી જતા મોત થયા હતા બપોરે ૨ વાગ્‍યા આસપાસ ઘેરથી નીકળ્‍યા હોય સાંજ સુધી ચાર માંથી એકેય બાળક ધેર પરત આવ્‍યું ન હોય પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન એક બાળકના પિતા આલણ સાગર ડેમ ઉપર જતા ત્‍યાં સાયકલ,બાળકોના કપડાં અને ચપ્‍પલ પડેલા હોય તેમણે તાત્‍કાલિક પાલીકાના સભ્‍ય બિજલભાઈ ભેંસજાળીયાને જાણ કરતા તેમણે તંત્રને જાણ કરતા જસદણ પ્રાંત અધિકારી,મામલતદાર,પોલીસ અને ફાયરના જવાનો આલણ સાગર ડેમ ઉપર દોડી ગયા હતા.

ફાયરના જવાનોએ અને સ્‍થાનિક તરવૈયાઓ એ એક પછી એક ચારેય બાળકોના મળતદેહો બહાર કાઢતા ત્‍યાં ઉપસ્‍થિત પરિવારજનોના હૈયા ફાટ રુદનથી વાતાવરણ ગમઞીન થઈ ગયું હતું.

ચારેય બાળકોના મળતદેહને સિવિલ હોસ્‍પિટલ પી.એમ.માટે ખસેડવામાં આવ્‍યા હતા આજે સવારે એક સાથે ચાર ચાર બાળકોની અર્થી ઉઠતા જસદણમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. (૩

(11:09 AM IST)