<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

4 થી 10 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના હવામાનમાં પલટો : આગામી 24 કલાક મહત્વપૂર્ણ

ગોધરા, અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 6 જૂનથી ગરમીમાં વધારો થશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૪ :  સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં 4 જૂન થી 10 જૂન દરમિયાન હવામાનમાં ફેરફાર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ રહેવાના છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના જણાવ્યા મુજબ, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ, વડોદરા તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.  

 

ત્યારબાદ વરસાદના વિસ્તાર અને તીવ્રતામાં ઘટાડો થશે. 6 થી 10 જૂન દરમિયાન માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. મોટેભાગે રાજ્યમાં વરસાદની શક્યતા ઓછી રહેશે.  

 

બીજી તરફ 6 જૂનથી ગરમીમાં ફરી વધારો થવાની શક્યતા છે. રાજ્યના મુખ્ય ગરમ શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. અમુક દિવસ કેટલાક મર્યાદિત વિસ્તારમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ પણ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશાનો રહેશે અને તેની ઝડપ 20 થી 25 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને ભેજને કારણે ઉકળાટ અને બફારાનો અનુભવ થશે.

(9:33 AM IST)