તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 25th April 2026
જુનાગઢના ખડીયા ગામે કારમાં ચોરખાનુ બનાવી હેરાફેરી કરતા ૪ ઝડપાયાઃ દોઢ લાખનો દારૂ કબ્જે

જૂનાગઢ, તા.૨૫: તાલુકાના ખડીયા ગામ કાંટબડ વાડી વિસ્તાર ગુડાજલી નદીના કાઠે ખેતરો વચ્ચે અવાવરૂ જગ્યામાં ફોર વ્હીલ કારમાં ચોરખાનામાં છુપાવીને લાવેલ ઇંગ્લીશ દારૂ સગેવગે કરવાની તૈયારી કરતા ચાર ઇસમોને દારૂની સગેવગે કરે તે પહેલા જ રેઇડ કરી પરપ્રાંતનો ઇગ્લીશ દારૂના અલગ અલગ બ્રાંડના કુલ ચપટા નંગ-૫૦૪ કુલ કિ.રૂ.૧,૪૧,૮૦૦/ તથા ડસ્ટર કાર-૦૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦/ તથા મો.ફોન નંગ-૫ કિ.રૂ.૪૧,૦૦૦/ મળી કુલ કિ.રૂ.૩,૮૨,૮૦૦/ નો પ્રોહી મુદામાલ કબ્જે કરી ગુન્હો રજી. કરાવવામાં આવેલ. અને ઇંગ્લીશ દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાસ કરી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ (૧) આસીફ ઉર્ફે ટકો છોટુભાઇ હીંગબ્લોચ રહે.ડુંગરપુર ગામ, ચાંદની ચોક (૨) આનંદ છગનભાઇ સરવૈયા પ્રજાપતી કુંભાર રહે.ઉપરકોટ પાસે, જગમાલ ચોક, તપસ્વી શેરી જુનાગઢ (૩) શાહરૂખ ઉર્ફે ગફારભાઇ નુરમહમદ કુરેશી રહે.ડુંગરપુર ગામ, રોયલ્ટી રાઉન્ડ, ખટાશ વાડ (૪) સદામ ઉર્ફે બાબલ યુસુબભાઇ સૈયદ રહે.ડુંગરપુર ગામ છે અને (૧) જહાંગીર અમીનભાઇ શેખ રહે.જુનાગઢ સુખનાથ ચોક ફરાર થઈ ગયેલ છે. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એફ.બી. ગગનીયા તથા પો.હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા તથા દેવેનભાઇ ચાવડા તથા પો.કો. રાજુભાઇ કટારા, રમેશભાઇ કરંગીયા, ગોવીંદભાઇ પરમાર, ખીમાણંદભાઇ સોલંકી, વિપુલભાઇ બોરીચા, કરશનભાઇ ભારાઇ તથા ડ્રા.હેડ.કોન્સ. મહેન્દ્રભાઇ ડાંગર વિગેરે સાથે રહી આ કામગીરી કરેલ છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
