<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

જુનાગઢના માત્રી રોડ વિસ્તારમાં નજીવી પારિવારિક શંકાના કારણે મામા-ફોઈના પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ આખરે હત્યા પરિણમી

સામાન્ય આશંકાએ એવો તે હિંસક વળાંક લીધો કે એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા અને અંતે 40 વર્ષીય નિર્દોષ યુવક ઈમ્તિયાઝ મહિડાએ પોતાનો જીવ ગુમાવવો પડ્ય

જુનાગઢ શહેરના શાંત ગણાતા માત્રી રોડ વિસ્તારમાં નજીવી પારિવારિક શંકાના આધારે મામા-ફોઈના પરિવાર વચ્ચે થયેલી માથાકૂટ આખરે હત્યા પરિણમી છે. પારિવારિક વાતો અને જાસૂસી કરવાની સામાન્ય આશંકાએ એવો તે હિંસક વળાંક લીધો કે એક જ પરિવારના સભ્યો સામસામે આવી ગયા અને અંતે 40 વર્ષીય નિર્દોષ યુવક ઈમ્તિયાઝ મહિડાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. લોહીના સંબંધોમાં વહેતા થયેલા આ નફરતના ઝેરે સમગ્ર જૂનાગઢ પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે.

 

આ લોહિયાળ વિવાદની શરૂઆત ગત 19 જૂનના રોજ થઈ હતી, જ્યારે ફરિયાદી મોહમ્મદ ઈલ્યાસ મહીડાના ફોઈ ફાતમાબેન માંગરોળથી જૂનાગઢ ખાતે તેમના દીકરા અમીર હુસૈનના ઘરે આવ્યા હતા. માત્રી રોડ પર જ બંને પરિવારોના મકાનો નજીક-નજીકમાં આવેલા હોવાથી, ફરિયાદીના માતા માનવતા અને સંબંધના નાતે પોતાના નણંદની ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે ગયા હતા. જો કે, અમીર હુસૈનના મનમાં કોઈ અગમ્ય શંકાએ ઘર કરી લીધું હતું અને તેને એવું લાગ્યું કે ફરિયાદીના માતા તેના ઘરની જાસૂસી કરવા અને તેમના ઘરની ખાનગી વાતો સમાજમાં બહાર ફેલાવવા માટે આવ્યા છે. અમારા પરિવારની વાતો બહાર કેમ જાય છે, તે બાબતની શંકા અમીર હુસૈન અને તેના પરિવારના મનમાં વેરનું મોટું કારણ બની ગઈ હતી.

 

આ નજીવી વાતે અદાવતનું સ્વરૂપ ધારણ કરી લીધું અને ગત 22 જૂનની રાત્રે આશરે 9 થી 10 વાગ્યાના સમયે આ આંતરિક રોષ ઉગ્ર હિંસામાં ફેરવાઈ ગયો હતો. તહેવારના માહોલ વચ્ચે આરોપીઓ દિલાવર અલીભાઈ રવન્ના, શાહબાઝ અમીર હુસૈન રવન્ના, સુલતાન રવન્ના અને સાહિલ રવન્નાએ એકસંપ થઈને ફરિયાદીના ભાઈ ઈમ્તિયાઝ અને અન્ય પરિવારના સભ્યો પર હિચકારો હુમલો કરી દીધો હતો. તહેવારના કારણે ત્યાં હાજર અન્ય મહેમાનો અને મહિલાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્રોધાવેશમાં આવેલા આરોપી શાહબાઝે લોખંડની ભારે પાઇપ વડે ઈમ્તિયાઝના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. અને ઇમ્તિયાઝ લોહી લુહાણ થઈ ગયો હતો.

 

આ ખૂની ખેલ બાદ બંને પક્ષો સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં મામા-ફોઈનો પારિવારિક મા મામલો હોવાથી પરિવારના વડીલોએ તાત્કાલિક સમાધાન કરાવી દીધું હતું અને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ જ મોટી ભૂલ સાબિત થઈ, કારણ કે 24 જૂનની બપોરે અચાનક ઈમ્તિયાઝને માથામાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું ઘરે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. અને સ્ટાફે તુરંત દોડી જઈ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, જેમાં માથાની આંતરિક ગંભીર ઈજા જ મોતોનું કારણ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી

(1:25 PM IST)