<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમા બપોરે 3 વાગ્યા સુધીમાં 39.81% મતદાન : વોર્ડ-1 માં સૌથી વધુ 52.65%

4.42 લાખ મતદારોમાંથી 1.76 લાખે નિભાવી ફરજ; પુરુષ 43.67% સામે મહિલા મતદાન 35.73%; વોર્ડ-12 માં 49.76% અને વોર્ડ-16 માં 42.42% નોંધાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં રવિવારે બપોરે 3:28 વાગ્યા સુધીમાં કુલ 39.81% મતદાન નોંધાયું છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 4,42,841 મતદારો પૈકી 1,76,282 મતદારોએ બપોર સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

 

*વોર્ડ મુજબ મતદાનની સ્થિતિ*

વોર્ડ નંબર-1 માં સૌથી વધુ 52.65% મતદાન નોંધાયું છે. અહીં 31,714 મતદારોમાંથી 16,698 મતદારોએ મત આપ્યા. વોર્ડ-1 માં પુરુષ મતદાન 53.71% અને મહિલા મતદાન 51.54% રહ્યું. 

 

વોર્ડ-12 માં 49.76% સાથે બીજા ક્રમે સૌથી વધુ મતદાન થયું છે. 35,740 મતદારોમાંથી 17,785 મતદારોએ મતદાન કર્યું. અહીં પુરુષ 53.77% અને મહિલા 45.62% રહ્યું. વોર્ડ-16 માં 42.42% મતદાન નોંધાયું છે.

 

સૌથી ઓછું મતદાન વોર્ડ-5 માં 32.40% નોંધાયું. અહીં 24,623 મતદારોમાંથી માત્ર 7,979 મતદારોએ મત આપ્યા. વોર્ડ-8 માં 33.53% અને વોર્ડ-14 માં 33.85% મતદાન થયું છે.

 

*પુરુષ-મહિલા મતદાન*

સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં પુરુષ મતદારોમાં 2,27,364 માંથી 99,296 એટલે કે 43.67% અને મહિલા મતદારોમાં 2,15,477 માંથી 76,986 એટલે કે 35.73% મતદાન નોંધાયું છે. તમામ 16 વોર્ડમાં પુરુષ મતદાનની ટકાવારી મહિલા કરતા ઊંચી રહી છે.

 

જામનગર શહેરના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, ત્યારબાદ અંતિમ આંકડા જાહેર થશે. બપોર બાદ મતદાનની ટકાવારીમાં વધારો થવાની શક્યતા છે.

(3:55 PM IST)