તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
બે બહેનના એક જ ભાઇ ૩૬ વર્ષના વિનુભાઇનું હૃદય ધબકરા ચુકતાં મોત
બાબરાના લોનકોટડાના યુવાને રાજકોટમાં અંતિમશ્વાસ લીધા : ચામુંડાનગરના બાંધકામ કોન્ટ્રાકટર હસમુખભાઇ શુક્લનું હૃદય બંધ પડતાં મૃત્યુ

રાજકોટ તા. ૨: બાબરાના લોનકોટડા ગામે રહેતાં છત્રીસ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બીજા બનાવમાં રાજકોટ ચામુંડાનગરના બાંધકામના ધંધાર્થી અડતાલીસ વર્ષના આધેડનું પણ હૃદય ધબકારા ચુકી જવાથી મૃત્યુ થયું હતું.
બાબરાના લોનકોટડા ગામે રહેતાં વિનુભાઇ મેઘાભાઇ ચાવડા (ઉ.વ.૩૬) નામના યુવાનની તબિયત બગડતાં બાબરા, અમરેલી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. વિનુભાઇ બે બહેનના એકના એક વચેટ ભાઇ હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બાબરા પોલીસને કરી હતી.
બીજા બનાવમાં રાજકોટ માયાણીનગર નજીક ચામુંડાનગરમાં રહેતાં હસમુખભાઇ ભીખાભાઇ શુકલ (ઉ.વ.૪૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
થોરાળાના દિનેશભાઇ ભુવાનું બેભાન હાલતમાં મૃત્યુ
ત્રીજા બનાવમાં થોરાળા ગોપાલ કુંડ ચોકમાં રહેતાં દિનેશભાઇ કરસનભાઇ ભુવા (ઉ.વ.૩૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજા હતાં અને છુટક મજૂરી કરતાં હતાં. ટીબીની બિમારી હોવાનું સગાએ કહ્યું હતું. આ બનાવોની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટફો માલવીયાનગર અને થોરાળા પોલીસને કરતાં પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
