તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
કચ્છના આદિપુરમાં 352 ટ્રામાડોલ અને 180 નિટ્રાઝેપમ ટેબ્લેટ તેમજ 36 બોટલ કોડેઈન સિરપ સાથે એક ઝડપાયો
પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂ.11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કચ્છના આદિપુરમાં નશાના વેપારનો પર્દાફાશ થયો છે. તોલાણી કોલેજ નજીક “નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન” હેઠળ SOG ટીમે કાર્યવાહી કરી હતી. પોલીસે નશાકારક દવાઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 352 ટ્રામાડોલ અને 180 નિટ્રાઝેપમ ટેબ્લેટ તેમજ 36 બોટલ કોડેઈન સિરપ મળી આવી હતી. પોલીસે રોકડ, મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂ.11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે નશાના વેપારના નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરી છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
