તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
દ્વારકામાં સર્વશક્તિ ગરબી મંડળ દ્વારા ૩૩મા રાસોત્સવ ૨૦૨૬નું ભવ્ય આયોજનઃ દરરોજ માતાજીની આરાધના
બિરલા પ્લોટ ગરબી ચોકમાં નવરાત્રીની નવ રાત માતાજીના સાનિધ્યમાં ગરબે ઘૂમવાનું આમંત્રણ, બિરલા યુવા ગ્રુપ દ્વારા આયોજન

દ્વારકા તા.૧૨: સર્વશક્તિ ગરબી મંડળ દ્વારા આયોજિત ૩૩મા રાસોત્સવ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા ૩૩ વર્ષથી ઉજવણી કરી રહ્યા છીએ તે મુજબ આ વર્ષે પણ નવરાત્રીની નવ-નવ રાત્રે માતાજીના સાનિધ્યમાં રાસોત્સવ ૨૦૨૬ નું આયોજન તા. ૧૧-૧૦-૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ છે. આ રાસોત્સવમાં સોૈને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.તારીખઃ ૧૧-૧૦-૨૦૨૬, રવિવાર રાત્રે ૧૦.૦૦ કલાકે, બિરલા પ્લોટ, ગરબી ચોક, દ્વારકા ખાતે પ્રારંભ થયો છે. આ પ્રસંગે મંડળના સ્થાપક સ્વ. કરણભા જેસાભા માણેક, સ્વ. જીમલભા જેસાભા માણેક અને સ્વ. મૂળુભા જેસાભા માણેકને કોટી કોટી વંદન પાઠવવામાં આવ્યા છે.
આ આયોજનને નીલકંઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, એમ એન્ડ કે ઇન્ફ્રાનોવા પ્રાઇવેટ લિમિટેડ, ભાગ્યોદય મેન્સ વેર, ભગવાનજી મોરારજી ઝવેરી (BMZ), ઓનિક્સ રિન્યુએબલ, એસજીએમ (SGM), વિટ્સ દેવભૂમિ દ્વારકા પ્રીમિયમ ફુલ સર્વિસ હોટેલ અને હર્ષ ફાસ્ટ ફૂડ સહિતના સ્પોન્સરોનો સહયોગ મળ્યો છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
