News of Saturday, 20th June 2026
ગોંડલના રૂપાવટીના ૩૦ વર્ષના નરેન્દ્રનો ઝેરી ટીકડી પી આપઘાત
બિમારીથી કંટાળી પગલુ ભરી લીધુંફ રાજકોટમાં દમ તોડતાં પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે રહેતાં નરેન્દ્રભાઇ રાજેશપરી રામાની (ઉ.વ.૩૦) નામના બાવાજી યુવાને ગઇકાલે સવારે નવેક વાગ્યે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
આપઘાત કરનાર નરેન્દ્રભાઇ છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. પોતે ત્રણ ભાઇમાં મોટો હતો. સવારે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લેતાં ઉલ્ટી કરવા માંડતા પરિવારજનોને જાણ થતાં સારવાર માટે ખસેડયો હતો. જો કે રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું જણાવાયું હતું. ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
