<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળદર્દીઓને દાખલ

જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ કરાયા:ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર ચાલુ

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જી.જી. હોસ્પિટલમાં ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓ દાખલ કરાયા છે. ત્રણેય બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર ચાલુ છે. જામનગરના બે અને દ્વારકાના એક બાળક સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસની શંકાએ સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. લેબોરેટરી રિપોર્ટ સામે આવ્યા બાદ જ વાયરસની પુષ્ટિ અંગે થશે  નિષ્ણાત તબીબોની ટીમ સતત બાળકો પર નજર રાખી રહી છે . આરોગ્ય વિભાગ સતર્ક છે અને  અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ વધારાયું છે. નાના બાળકોની સ્વચ્છતા અને સુરક્ષા રાખવા આરોગ્ય વિભાગની અપીલ તાવ, ઊલટી, આંચકી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા સૂચન છે 

(11:22 AM IST)