તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
જુનાગઢ જિલ્લામાં ૩ વ્યક્તિના અપમૃત્યુ
ઝેરી દવા પીવાથી ૨ના મોત થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૭: જુનાગઢ જિલ્લામાં ૩ વ્યક્તિના અપમળત્યુ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢમાં વીર મેઘામાયા નગર ઙ્કદીપ સિનેમા ર્બોડિંગ વાસમાં રહેતા કાનજીભાઇ રૂડાભાઇ સોંદરવા ઉ.વ. ૬૨ નામના વળધ્ધ તેમના દીકરાના મળત્યુના આઘાતમાં રહેતા હતા. તેમજ પોતાને ઘણી બધી બીમારી હોવાના કારણે ૨૫ મેના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેનું મળત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે જેન્તીભાઇ રાજાભાઈ સોંદરવાનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે વંથલી તાલુકાના ખોરાસા ગામના વિશાલભાઇ વિક્રમભાઇ ચાવડા ઉ.વ. ૩૧ નામના યુવાનને છેલ્લા ત્રણ વર્ષથી ગળાના અંદરના ભાગે સ્વરપેટીમાં કેન્સર થયું હતું. આ બીમારીના કારણે તેનું સારવાર દરમિયાન મળત્યુ થતાં પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.તેમજ માણાવદર તાલુકાના નાનડિયા ગામના ગુંજનભાઇ ગોરધનભાઇ આરદેશણા ઉ.વ. ૩૦ નામના યુવાને પોતાની વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મળત્યુ થયું હતું. યુવાનના આપઘાત પાછળનું કારણ બહાર નહીં આવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
